વાવાઝોડાની અસર મહારાષ્ટ્રમાં દેખાણી મુંબઈમાં સૂસવાટાભેર પવન સાથે ધોધમાર વરસાદ

વાવાઝોડાની અસર મહારાષ્ટ્રમાં દેખાણી મુંબઈમાં સૂસવાટાભેર પવન સાથે ધોધમાર વરસાદ\"\"

ભરત કે. સતીકુંવર
મુંબઈ :
તૌકતે વાઝોડાની અસરના પગલે મહારાષ્ટ્રના મુંબઈમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ સવારથી સતત પડી રહ્યો છે. ઠેર ઠેર ઝાડ ધરાશાયી થયા છે તો અમુક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાણા. આ લખાઈ રહ્યું છે તે સમયે પણ સૂસવાટાભેર પવન સાથ વરસાદ પડી રહ્યો છે.
\"\"
આ સમયે જનપ્રતિનિધિ જેમને જનતાએ વિશ્વાસ સાથે ખોબલે ખોબલે મત આપી વિજયી બનાવ્યા હોઈ એ જનતાની મદદે ઉભા રહે એ એમની ફરજમાં છે. દહિસર વિધાનસસભાના વોર્ડ નં-૨ ના નગરસેવક જગદીશ ઓઝા વહેલી સવારથી મહાનગરપાલિકા અને અગ્નિશમન દળના જવાનો સાથે સાથે રહી જે જે સ્થાન પર ઝાડ પડવાને કારણે રોડ બંધ થયા હોઈ ત્યાં તુરત રાહતકાર્ય શરુ કરાવી રસ્તો વાહન ચાલકો માટે શરુ કરાવ્યો એ સહીત કોઈ સોસાયટીમાં ઝાડ પડ્ય હોઈ કે પાણી ભરાયા હોઈ તે માટે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારી સાથે તાલમેલ ગોઠવી લોકોની સમસ્યા વહેલામાં વહેલી તકે દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે. એ સાથે દહિસર વિધાનસભાના ધારાસભ્ય મનીષા ચૌધરી પણ વરસતા વરસાદમાં મોદી રાત સુધી તેમના મતવિસ્તારમાં અનેક ઠેકાણે ઝાડ ધરાશાયી થયા હતા તેમને હટાવવા માટે અગ્નિશમન દળ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ સાથે રહી રાહતકાર્ય કરાવી રહ્યા હતા

\"\"
ad