વાહન ચોરની દહિસર પોલીસે કરી ધરપકડ

મુંબઈ : મીની નગર માર્કેટ, દહિસર પૂર્વમાં એક રિક્ષા ચાલક બપોરના સમયે જમવા ગયો ત્યારે બહાર ઊભી રાખેલી રિક્ષા કોઈ ચોરી ગયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુના ક્ર. 448/2023, કલમ 379 ભા.દ.સ. હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.
આ કેસના તપાસ અધિકારીઓએ જે સ્થળે આ ઘટના બની તેની આસપાસના સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલ વ્યક્તિ વિશે બાતમીદારો પાસેથી માહિતી મેળવી રિક્ષા ચોરીના આરોપમાં રાજેશ શિવશંકર મિશ્રા (૪૦) રહે. રામદેવ યાદવ ચાલ, કોંકણી પાડા, દહિસર પૂર્વ, ની દહિસર ચેક પોસ્ટ પાસેથી ધરપકડ કરી પૂછપરછ કરતા કુળ ૫ ઓટો રિક્ષા અને એક મોટર સાયકલના ગુન્હાનો ભેદ ઉકેલી કુલ ૩,૧૦,૦૦૦ની માલમત્તા જપ્ત કરવામાં આવી હતી.
આ કાર્યવાહી અપર પો.આયુ. રાજીવ જૈન, પોલીસ ઉપ. આયુક્ત સ્મિતા પાટીલ, સ.પો.આયુ. વસંત પિંગ્લે, વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રવીણ પાટીલના માર્ગદર્શનમાં પોલીસ નિરીક્ષક (ગુન્હા) સંજય બાંગર, સહા.પો. નિરિક્ષક મદન થોરાત, રણજીત ચવ્હાણ, પો.હ. દેવેન્દ્ર પાંગે, પ્રવીણ ઝેંડે, સિદ્ધાર્થ કેની, પો.ના.સચિન કેલજી, નિલેશ સાંબરેકર , શાહનવાઝ સૈયદ, પો.શી. સુશાંત જાધવ, વિનોદ ચિતળકર દ્વારા સફળાપૂર્વક પાર પાડવામાં આવી હતી