વિદેશથી એક્સપાયર થયેલ સૌંદય સાધનો અડધી કિંમતે મંગાવી તારીખ બદલાવી વેચતા નેશનલ ઈમ્પૅક્સ અને એમ.એસ.ઇન્ટરનૅશનલ પર દરોડો પાડી એક આરોપી સહીત કરોડોની કિંમતનો માલ જપ્ત

વિદેશથી એક્સપાયર થયેલ સૌંદય સાધનો અડધી કિંમતે મંગાવી તારીખ બદલાવી વેચતા નેશનલ ઈમ્પૅક્સ અને એમ.એસ.ઇન્ટરનૅશનલ પર દરોડો પાડી એક આરોપી સહીત કરોડોની કિંમતનો માલ જપ્ત કરવામાં આવ્યો

મુંબઈ : કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચ – 11ને મળેલ માહીતીના આધારે યુનિટ-12 અને યુનિટ – 8ની સાથે મળીને એક જ સમયે ગોરેગામમાં નેશનલ ઈમ્પૅક્સ, દાણા બઝારમાં નેશનલ ટ્રેડર્સ અને કાર્ફ્ડ માર્કેટમાં આવેલ ગોડાઉનમાં છાપો મારી નામાંકિત વિદેશી કંપનીના કરોડોની કિંમતના તારીખ સમાપ્ત થયેલ સૌંદર્ય પ્રસાધનો 13,19,410 રોકડ રકમ, 14 હાર્ડડિસ્ક, 02 મોબાઇલ સહિતના મુદામાલ સાથે મેનેજરની ધરપકડ કરી હતી .કંપનીના માલિક યાકુબ ઉસ્માન કાપડિયા (ઉં 78)ને તપાસ માટે હાજર રહેવાની નોટીસ આપવામાં આવી છે.
આ કાર્યવાહી કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચ – 11 ના પો.ની. સચિન ગવસ, પો.નો. માનસિંગ પાટીલ, પો.ની. ભરત ઘાણે, મહિલા સહ પો.ની.પૂનમ યાદવ સપોની વિશાલ પાટીલ,પોઉપની કાનગુડે, અમલદાર દિપક કામ્બલી, સુધીર તરટે,ગિરીશ સૂર્વે,જયેશ કેણી,વિક્રાંત ખાંડેકર, ઉપેન્દ્ર મોરે, પ્રવીણ સાવંત,મહેશ રાવરાણે, કિશોર શિંદે,રંજીતા, સાવંત,સોનાલી લાડે,જયશ્રી ગોસાવી, રૂકસાના શેખ,સહીત દહીસર ક્રાઇમ બ્રાન્ચ- 12ના પ્રભારી પો.ની. વિલાસ ભોંસલેના માર્ગદર્શનમાં સપોની વિજય રાસકર, અમલદાર સંતોષ બને,અલ્તાફ ખાન, બાગવે, લીમન,અમોલ રાણે,બીચકર, પ્રસાદ ગોરૂલે, વિશાલ ગોમે, યુનિટ – 8ના પોની. સૂર્યમોહન ગોલમવાડના માર્ગદર્શનમાં સપોની મધુકર ધુતરાજ, અમલદાર વિશ્વાસ ભગત, દિનેશ ચૌહાણ, મહેન્દ્ર યાદવ, કુરકુટે, યોગેશ સટાલે અને સુનિલ વલ્લમવાડ દ્વારા પર પાડવામાં આવી.