વિશ્વપ્રસિદ્ધ કચ્છ રણોત્સવમાં દેશી-વિદેશીઓ ગરબાના તાલે ઝૂમ્યા.. રણોત્સવમાં ગુજરાતની ગાયિકા સાંત્વની ત્રિવેદીનું લાઈવ બેન્ડ પર્ફોમન્સ

રણોત્સવમાં ગુજરાતની યુવા ગાયિકા સાંત્વની ત્રિવેદીનું લાઈવ બેન્ડ પર્ફોમન્સ

\"\"કચ્છ : ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજીત રણોત્સવ એટલે ગુજરાતના અદભૂત કચ્છના રણની સુંદરતા માણવાનો ઉત્સવ. ગુજરાત ટુરીઝમ પ્રવાસન સ્થળોની સાથે સાથે ભારતની વિવિધ કળા અને સંકૃતિ ના દર્શન થાય એવા પ્રયત્નો કરતા હોય છે રણોત્સવમાં દેશના ખૂણે ખૂણેથી ફરવા આવનાર પ્રવાસીઓ કચ્છના ધોરડો ખાતે સફેદ રણની મુલાકાત સાથે લોક સંગીત, લોક નૃત્ય અને ગુજરાતી સંસ્કૃતિનો લુત્ફ પણ માણી શકે એવું સુંદર આયોજન કરવા માં આવતું હોય છે
પૂનમની રાત જે ખાસ આકર્ષણ નું કેન્દ્ર છે એવા સમયે દીવા ક્રિએશન દ્વારા સંચાલિત વિશેષ કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે ગુજરાત ના જાણીતા યુવા ગાયિકા જેમના ગીતો વિશ્વભરમાં યુવાઓમાં ખુબ લોક પ્રિય છે એવા સાંત્વની ત્રિવેદી એ એમના અવાજના જાદુથી લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા.અને ખાસ તેઓ એ ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાના તાલે પ્રવાસીઓ જુમવા મજબુર કરી દીધા હતા.ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજીત આ કાર્યક્રમ ને જાણીતા હોસ્ટ જેમને પોતાના અવાજ થી પોતાની એક આગવી ઓળખ મેળવી છે એવા જાણીતા હોસ્ટ દિવ્યા ઠક્કર અને દીવા ક્રિએશન એ આ સમગ્ર કાર્યક્રમનું સુદર સચાલન કર્યું.
કોરોનાના કપરા કાળમાં કોવિડના તમામ ગાઈડલાઈનનું પાલન કરીને જેમાં સોસીયલ ડિસ્ટન્સ સાથે તમામ પ્રેક્ષકો એ સાંત્વની ત્રિવેદી તેમના બેન્ડ અને સાથી કલાકાર રમીઝ મીર સાથે ગુજરાતી – હિન્દી,સુફી તેમજ ખાસ ગરબા ગીતોની રમઝટ માણી. સાથે દીવા ક્રિએશનએ આ વર્ષે સ્થાનિક પ્રતિભાઓને પણ ડાન્સ પર્ફોમન્સમાં સ્થાન આપીને પ્રોત્સાહન મળે એવા આયોજન કરવામાં આવ્યા.દેશ વિદેશથી આવેલા પ્રેક્ષકો એ પોતપોતાના સ્થાન પર જ ગીતો પર ઝૂમીને આનંદ માણ્યો.
સાંત્વની ત્રિવેદી હાલ ગુજરાતના ટ્રેન્ડિંગ સિંગરોમાં સ્થાન ધરાવે છે. તેઓ નાની ઉમરમાં ગુજરાતના ટોપ સિંગરમાં અને ખાસ independent singer તરીકે ખુબ ટોચનું સ્થાન મેળવેલ છે. તેમના ગીતો મિલિયન લોકો એ નિહાળ્યા છે તેમજ તેમની આગવી શૈલી જેમાં ગુજરાતના વિસરાઈ ગયેલા લોક ગીતો ને નવા સંગીત સાથે પ્રસ્તુત કરવાની રીતને મોટી સંખ્યામાં લોકો પસંદ કરી રહ્યા છે