વેરાવળના બંદરમાં માછીમારો તેમજ બોટ માલિકોની હાલત દીન પ્રતિ દિન કફોડી થતી જાય છે જેને લઈને સરકાર દ્વારા માછીમારો ને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે અનુરોધ

\"\"વેરાવળના બંદરમાં માછીમારો તેમજ બોટ માલિકોની હાલત દીન પ્રતિ દિન કફોડી થતી જાય છે જેને લઈને સરકાર દ્વારા માછીમારો ને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે અનુરોધ

હેતલબેન ચાંડેગરા દ્વારા
ગીર સોમનાથ :
વેરાવળમાં તાઉતે વાવાઝોડાને પગલે તેમજ કોરોના મહામારીના કપરા સમયે વેરાવળનુ બંદર જે દિવસે દિવસે આર્થિક રીતે નબળુ પડતું જાય છે. બોટ માલિકોની તેમજ માછીમારોની હાલત કફોડી થઈ ગઈ છે. ત્યારે સરકાર દ્વારા માછીમારોની દયનીય હાલત હોય પણ કોઈ સહાય કે પેકેજ જાહેર ન થતા. આજે દીન પ્રતિ દિન આર્થિક મુશ્કેલીઓ વધી રહી છે.અને આ પરિસ્થિતિને પહોંચી વળવા બોટ માલિકોને પોતાના દર દાગીના સહીત વેચવાની નોબતો આવે છે.પણ છતાં માછીમારો પ્રત્યે સરકાર ના પેટ નુ પાણી પણ હલતું નથી. ત્યારે આ બાબતે વેરાવળ બંદરે દીપકભાઈ મોહનભાઈ દોરીયા તેમજ સદભાવના બોટ એસોસિયેશન ના પ્રમુખ બાબુભાઈ ચોમલ ,ઉપ પ્રમુખ અરવિંદ ભાઈ ફોફડી , લલીત ભાઈ ફોફડી, ચંદ્રેશભાઈ માલમ, દીપકભાઈ ખોરાબા, અશોક ભાઈ આંજણી, માજી પ્રમુખ દુર્લભ ભાઈ માલમ, મધુભાઈ થાવર, પ્રકાશભાઈ લોઢારી, સહીતના સદભાવના બોટ એશોશિયેશનના સભ્યો દ્વારા હાલની પરિસ્થિતિ બાબતે જણાવ્યું હતું..

\"\"
ad