વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને મુક્ત કરવા ગુજરાત સરકાર દ્વારા મહાઅભિયાન

ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને મુક્ત કરવા મહાઅભિયાન. \"\"

ગુજરાત : રાજકોટ શહેર પોલીસે પણ વ્યાજખોરો સામે કાર્યવાહી કરીને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું મહા અભિયાન આગળ ધપાવ્યું છે. જેમાં રૂપિયાની જરૂરિયાત હોય તેવા લાભાર્થીઓને અલગ અલગ 16 જેટલી બેંક અને શરાફી મંડળીઓના સહયોગથી 1282 જેટલા લાભાર્થીઓને 3.45 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે.
\"\"
આજે રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તમામ લાભાર્થીઓને લોન મંજૂર માટે પ્રમાણપત્ર એનાયત કરી ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. લોન વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સ્પીચ વખતે માઈકમાં ખામી સર્જાઈ હતી. આથી ભૂપેન્દ્ર પટેલે હળવી રમૂજ કરતા કહ્યું હતું કે માણસથી ભૂલ થાય છે ત્યારે આ તો મશીન છે.ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે નાના માણસોનો આર્થિક પાયો આપવાનો આ કાર્યક્રમ છે. નાનો માણસ આર્થિક સહાયથી વંચિત ન રહી જાય તેવી નેમ વડાપ્રધાને રાખી છે. નાના માણસોને હર હંમેશ વેપાર-ધંધો કરવો હોય, મુશ્કેલી આવી હોય ત્યારે પૈસાની જરૂર પડે છે. આથી વ્યાજની નાની-મોટી મુશ્કેલીમાં ફસાય છે. ત્રણ ગણા વ્યાજે નાનો માણસ પૈસા લે છે. બાદમાં તેનું ચકરડું અટકે જ નહીં અને તમને એ ઉંઘવા ન દે. આવી ઘણી બધી ફરિયાદો ઉઠતા આપણે અભિયાન શરૂ કર્યું અને પોલીસે એક્ટિવ રહીને કામગીરી કરી છે. ત્યારે પોલીસે વધુને વધુ લોકોને કેવી રીતે મદદ થાય તેવો આ પ્રયાસ કર્યો છે. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, માણસને બે ફાયદા થયા છે. એક તો સામાન્ય માણસ તરીકેનો અભિપ્રાય અને બીજો પોલીસ સાથે લોકોનો સંપર્ક વધ્યો છે. લોકોને કહીએ તો એ કહે છે કે, મોદી લોન લેવા આવ્યા છીએ. પીએમ સ્વનિધિ યોજના એપ્લાય કરી હતી. તેમાં તમારે કોઈ ગેરેન્ટી આપવાની નથી. મોદી જ ગેરન્ટી ગણાય છે. સરકાર તમારી સાથે ઉભી છે. આજના આ કાર્યક્રમને સુદ્રઢ બનાવીએ.

અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ

\"\"
\"\"