દેશ માટે વીરગતિ પ્રાપ્ત કરનારા મહિપાલસિંહ વાળાને વંદન

ગુજરાત : જમ્મુ-કાશ્મીરમાં શુક્રવાર સાંજે આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ થઈ જેમાં સુરક્ષા દળના ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે શ્રીનગરની સૈન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેય જવાનોએ અંતિમ શ્વાસ લીધો હતો. આ ત્રણ જવાનોમાં મૂળ સુરેન્દ્રનગર અને હાલ અમદાવાદના રહેવાસી જવાન મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા વીરગતિ પ્રાપ્ત થયા છે.
વિધિની વક્રતા જુઓ આ લખાય રહ્યું છે ત્યારે શનિવારના તેમના પત્નીને ડિલેવરી થવાની હોવાથી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એક તરફ તેમનું સંતાન દુનિયામાં આવવાની તૈયારીમાં છે ત્યારે મહિપાલસિંહે દેશ માટે બલિદાન આપ્યું છે
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના હાલાન જંગલના ઊંચા વિસ્તારોમાં આતંકવાદીઓની હાજરીની માહિતી પર સેનાએ કુલગામ પોલીસને સાથે રાખીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તે દરમિયાન શુક્રવારે (4 ઓગસ્ટ) સાંજે સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 3 જવાનો ઘાયલ થતા. ઘાયલ સૈનિકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું. આતંકીઓને પકડવા માટે સેનાનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આતંકવાદીઓ સાથે સૈનિકોની અથડામણ એવા સમયે થઈ રહી છે જ્યારે આજે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યાના 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે
જમ્મુ-કાશ્મીરમાં આંતકીઓ સાથેની અથડામણમાં વાળા છે મૂળ સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના મોજીદડ ગામના વતની છે. તેઓ છેલ્લા 40 વર્ષથી અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં રહે છે અને મહિપાલસિંહ છેલ્લા 8 વર્ષથી સુરક્ષા દળમાં ફરજ બજાવી રહ્યા હતા. પહેલી પોસ્ટીંગ જબલપુરમાં થઈ જ્યાં તેમણે ચાર વર્ષ ફરજ બજાવ્યા બાદ ચંદીગઢમાં ત્રણ વર્ષ અને ત્યાર બાદ છેલ્લા 6 મહિનાથી તેમની પોસ્ટીંગ જમ્મુ-કાશ્મીરમાં થઈ હતી. જ્યાં તેઓએ આંતકી સાથેની અથડામણમાં 27 વર્ષની નાની વયે શહીદ થયા હતા.
આજે તેઓની પત્નીને ડિલેવરી માટે એક તરફ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. મહિપાલસિંહ તેમના આવનારા સંતાનનું મોઢું જોવે તે પહેલા જ અંતિમશ્વાસ લીધા છે.

અહેવાલ : મયુર ધકાણ