Home Stock Market શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!! નફો બુક કરો…!!!

શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!! નફો બુક કરો…!!!

779
0

શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્…!! નફો બુક કરો…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને …!!!

ભારતીય રિઝર્વ બેન્કે ગુરુવારે ધિરાણ દર ૫.૧૫%ની સપાટીએ યથાવત જાળવી રાખ્યા હતા.મધ્યસ્થ બેન્કે વર્ષ ૨૦૧૯-૨૦ માટેના જીડીપીનો અંદાજ ઘટાડીને ૫% કર્યો હતો. ઓક્ટોબરની ગત પોલિસી બેઠકમાં ૬.૧% જીડીપીનો અંદાજ વ્યક્ત કરાયો હતો.મોનેટરી પોલિસી કમિટીને રેટ કટ માટે અનુકુળતા હતી પણ ફુગાવા-વૃદ્ધિનું ગણિત ધ્યાનમાં લઈને તેમણે સ્થિતિ યથાવત જાળવી રાખવાનું યોગ્ય માન્યું હતું તેમ RBIએ ચાલુ નાણાકીય વર્ષના તેના પાંચમાં દ્વિમાસિક નિવેદનમાં જણાવ્યું હતું.
મધ્યસ્થ બેન્કે દેશના અર્થતંત્રને વેગવાન બનાવવા અકોમોડેટિવ સ્ટાન્સ પણ જાણવી રાખ્યું હતું અને ફુગાવો અંદાજ અનુસાર રહેવાની ધારણા વ્યક્ત કરી હતી.ચાલુ નાણાકીય વર્ષના ઉતરાર્ધ માટે રીઝર્વ બેન્કે CPI ફુગાવાનો અંદાજ સહેજ વધારીને ૫.૧ થી ૪.૭% અને પ્રથમ છ મહિના માટે ૩.૮% રહેવાની ધારણા વ્યક્ત કરી હતી.ફેબ્રુઆરી-ઓક્ટોબર ૨૦૧૯ ના સમયગાળા દરમિયાન રીઝર્વ બેન્કે રેપો રેટમાં ૧૩૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો છે.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીયે તો….
સ્થાનિક ક્ષેત્રે નવેમ્બરમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે.સતત બે મહિના સુધી સંકોચાયા બાદ દેશનો સેવા ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) નવેમ્બરમાં વધીને ૫૨.૭૦ રહ્યો છે.ઓકટોબરમાં આ આંક ૪૯.૨૦ અને સપ્ટેમ્બરમાં ૪૮.૭૦ પોઈન્ટ રહ્યો હતો. પીએમઆઈની ભાષામાં ૫૦થી ઉપરના પોઈન્ટને જે તે ક્ષેત્રનો વિકાસ થયો કહેવાય છે જ્યારે ૫૦થી નીચેના પોઈન્ટને સંકોચન ગણવામાં આવે છે. આ અગાઉ વર્તમાન વર્ષના ઓગસ્ટમાં ૫૪.૭૦ પોઈન્ટ સાથે સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૪૩ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હતો.નવેમ્બરમાં ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ પણ ૫૧.૨૦ પોઈન્ટ રહ્યો હતો. ઓકટોબરનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ બે વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. ખર્ચ ઘટાડવા ઉત્પાદન ક્ષેત્રની કંપનીઓએ રોજગાર પર વીસ મહિનામાં પ્રથમ વખત કાપ મૂકયો હતો પરંતુ સેવા ક્ષેત્રની કંપનીઓમાં ભરતી ચાલુ રહી છે.સેવા ક્ષેત્રમાં ભરતીની માત્રા નવેમ્બરમાં ત્રણ માસની ઊંચી સપાટીએ રહી હતી. નવા વેપાર ઓર્ડરમાં વધારાને કારણે સેવા ક્ષેત્રનો પીએમઆઈ નવેમ્બરમાં ચાર મહિનાની ઊંચી સપાટીએ રહ્યો છે. ઓકટોબરમાં નવા ઓર્ડરો સ્થિર રહ્યા હતા.જે કંપનીઓના વેચાણમાં વધારો થયો છે તે કંપનીઓ સ્વાભાવિક જ માગ સ્થિતિ સારી હોવાનું જણાવી રહી છે. નવેમ્બરમાં સતત નવમા મહિને આંતરરાષ્ટ્રીય બજારોમાંથી નવા બિઝેનસમાં વધારો જોવા મળ્યો હતો. ઓકટોબરથી નિકાસ વૃદ્ધિનો દર સહેજ વધી રહ્યો છે એમ સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.સેવા ક્ષેત્રમાં કન્ઝયૂમર સર્વિસીઝ, ઈન્ફરમેશન અને કમ્યુનિકેસન તથા રિઅલ એસ્ટેટ તથા બિઝનેસ સર્વિસીઝમાં વૃદ્ધિ જોવા મળી છે જ્યારે ટ્રાન્સપોર્ટ તથા સ્ટોરેજ અને ફાઈનાન્સ અને વીમા વેપારમાં ઘટાડો ચાલુ રહ્યો છે. 
વિતેલા મહિનામાં સેવા ઉદ્યોગ માટેના કાચા માલના ભાવમાં વધારો થયો છે અને ફુગાવાનો દર ૧૩ મહિનાની ઊંચી સપાટીએ રહ્યો હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જો કે સેવા પૂરી પાડવા પેટેના ચાર્જિસમાં સાધારણ જ વધારો થયો છે. આમ સેવા ક્ષેત્રમાં કાચા માલના ભાવમાં વધારો અને સેવા પેટેના ચાર્જિસ વચ્ચેનું અંતર એક વર્ષનું સૌથી વધુ રહ્યું છે.સેવા ક્ષેત્રમાં બિઝનેસ કોન્ફીડેન્સનું સ્તર નબળું રહ્યું છે. સેવા ક્ષેત્રની કંપનીઓમાં પોઝિટિવ સેન્ટિમેન્ટનું સ્તર ત્રણ મહિનાની ઊંચી સપાટીએ  રહ્યું હોવા છતાં તે લાંબા ગાળાની સરેરાશ કરતા નીચું હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
મિત્રો, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૯ – ૨૦ માં વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….
વિદેશી સંસ્થાઓના વાર્ષિક રોકાણ સંદર્ભે જોઈએ તો સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં અંદાજીત રૂ.૬૬૨૪.૦૫ કરોડની વેચવાલી, ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં અંદાજીત રૂ.૮૫૯૫.૬૬ કરોડની ખરીદી, નવેમ્બર ૨૦૧૯ સુધીમાં અંદાજીત રૂ.૧૨૯૨૪.૯૩ કરોડની ખરીદી તેમજ ૦૫ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં અંદાજીત રૂ.૨૯૯૦.૧૫ કરોડની વેચવાલી  કરવામાં આવી હતી.
નાણાકીય વર્ષ ૨૦૧૯ – ૨૦ માં સ્થાનિક સંસ્થાઓના રોકાણકારો દ્વારા…
સ્થાનિક સંસ્થાઓના વાર્ષિક રોકાણ સંદર્ભે જોઈએ તો સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં અંદાજીત રૂ.૧૨૪૯૦.૮૧ કરોડની ખરીદી, ઓક્ટોબર ૨૦૧૯ સુધીમાં અંદાજીત રૂ.૪૭૫૮.૪૮ કરોડની ખરીદી, નવેમ્બર સુધીમાં અંદાજીત રૂ.૭૯૭૦.૨૯ કરોડની વેચવાલી તેમજ ૦૫ ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં અંદાજીત રૂ.૨૨૧૧.૬૦ કરોડની ખરીદી કરવામાં આવી હતી.
બજારની ભાવિ દિશા…..
મિત્રો, નિફ્ટી ફ્યુચરે ૧૧૮૦૮ પોઈન્ટ ઉપર તેજીવાળાઓને લાંબા સમયથી જેની જરૂર હતી તેવું મનોબળ પૂરું પાડ્યું છે અલબત્ત જો તે આ રીતે મોમેન્ટમ જાળવી રાખશે તો કેલેન્ડર વર્ષના અંત અગાઉ નવી સપાટી દર્શાવી શકે છે.મિત્રો, મારા મતે આગામી બે ટ્રેડિંગ સત્ર ખૂબ જ મહત્ત્વનાં છે. જો બેન્ચમાર્ક નિફ્ટી ફ્યુચર ઇન્ડેક્સ ૧૧૮૦૮ થી ૧૨૨૦૦ પોઈન્ટ ની સપાટી જાળવી રાખશે તો સમજી લેજો તેજીવાળાઓનો હાથ ચોક્કસ ઉપર છે તે પુરવાર થશે અને વૈશ્વિક સ્તરેથી જો થોડો પણ સપોર્ટ મળશે તો તેજીવાળાઓ માટે કામ આસાન બની જશે.
માર્કેટનો વર્તમાન સુધારો ફંડામેન્ટલ્સથી વધુ લિક્વિડિટી આધારિત જણાય છે. માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની સતત લેવાલીને કારણે સપોર્ટ મળ્યો છે. દેશનું વિદેશી હૂંડિયામણ વધીને ૪૫૦ અબજ ડોલર નજીક પહોંચ્યું છે. રૂપિયો સ્થિર છે. ક્રૂડ ઓઇલના ભાવ પણ રેંજમાં છે અને તેથી મંદીવાળાઓ હાલમાં સામી છાતીએ પડીને હુમલો કરે તેવી શક્યતા નથી. જો કોઈ પ્રતિકૂળ અહેવાલ નહીં આવે તો બજારને નવી ટોચ થી ઉપર લઇ જવા કોઈ નહીં અટકાવી શકે.
સરકારે રાજકોષીય ખાધને અંકુશમાં રાખવા ડિસઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરીને બજારને મદદ કરી છે. ગયા મહિના દરમ્યાન એફઆઇઆઇએ મોટી ખરીદી કરી હતી અને તેનાથી બજારને મદદ મળી હતી.એફઆઇઆઇ ભારત જેવા અર્નિંગ માર્કેટને પસંદ કરી રહ્યા છે કારણ કે ફેડ અને ઇસીબી દ્વારા હળવી નાણાનીતિને કારણે વિશ્વભરનાં બજારમાં લિક્વિડિટીમાં સુધારો થયો છે.મજબૂત અર્નિંગ ગ્રોથને કારણે ઇન્શ્યોરન્સ અને એએમસી શેરોમાં તેજી આવી છે. ભારતના બજારમાં તેજીનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે લિક્વિડિટીમાં વધારો અને રિસ્ક-ઓન મોડ છે. આ તેજી વ્યાપક બને તે જરૂરી છે કારણ કે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો હજુ પણ નીચા સ્તરે ટ્રેડ થાય છે. ત્રિમાસિક ધોરણે અર્નિંગનો એકંદર ટ્રેન્ડ મજબૂત રહ્યો નથી તેથી ચાલુ વર્ષે અર્નિંગ ગ્રોથ નબળો રહેવાની ધારણા છે.. બાકી મારા અંગત અભિપ્રાય તરીકે “તબક્કાવાર નફો બુક કરે એ જ શાણો રોકાણકાર”…કેમ ખરું ને….!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૧૯૪૯ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૮૮ પોઇન્ટના પ્રથમ અને ૧૧૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૨૦૦૮ પોઇન્ટથી ૧૨૦૩૩ પોઇન્ટ, ૧૨૦૮૮ પોઇન્ટની અતિ મહત્વની નીચી સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૨૦૮૮ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૧૩૯૮ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૦૦૩ પોઇન્ટના પ્રથમ અને ૩૦૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૧૪૭૪ પોઇન્ટથી ૩૧૫૭૭ પોઇન્ટ, ૩૧૬૦૬ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૬૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) નિર્લોન લિ. ( ૨૮૭ ) :-  કોમર્શિયલ સર્વિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૭૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૬૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૦૩ થી રૂ.૩૧૩ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૩૨૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) ઓલસેક ટેક્નોલોજી ( ૨૭૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૬૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૫૭ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૨૮૪ થી રૂ.૨૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) સુબ્રોસ લિ. ( ૨૩૦ ) :- રૂ.૨૧૭ નો પ્રથમ તેમજ રૂ.૨૦૬ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૨૪૨ થી રૂ.૨૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!                                                                                            

) કોલ્ટે-પાટિલ ડેવલપર્સ ( ૨૨૫ ) :- રિયલ્ટી સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૩૭ થી રૂ.૨૪૪ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૦૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) શારદા કોર્પકેમ લિ. ( ૨૧૨ ) :- રૂ.૧૯૭ નો પ્રથમ તેમજ રૂ.૧૮૮ ના સ્ટોગ સપોર્ટથી એગ્રોકેમિકલ્સ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૨૩ થી રૂ.૨૩૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) રેમકો ઈન્ડસ્ટ્રીઝ ( ૧૮૩ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૭૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૯૭ થી રૂ.૨૦૪ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) એપ્કોટેક્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૬૧ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૪૪ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૭૨ થી રૂ.૧૮૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) મહામાયા સ્ટીલ ( ૧૧૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૦૬ આસપાસ રોકાણકારે રૂ.૧૨૨ થી રૂ.૧૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૯૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) કોટક બેન્ક ( ૧૬૭૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૬૪૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! બેન્ક સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૬૮૮ થી રૂ.૧૭૦૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ઇન્ડસિન્ડ બેન્ક ( ૧૪૬૩ ) :- આ સ્ટોક રૂ.૧૪૩૦ નો પ્રથમ તેમજ રૂ.૧૪૦૪ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૪૭૭ થી રૂ.૧૪૯૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે…!!

) તાતા સ્ટીલ ( ૪૦૪ ) :- ૧૦૬૧ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૩૮૮ નો પ્રથમ તેમજ રૂ.૩૮૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક સ્ટીલ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૪૧૭ થી રૂ.૪૨૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) TCS લિમિટેડ ( ૨૧૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૧૭૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૧૮૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૧૦૩ થી રૂ.૨૦૯૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૨૦૨ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) લાર્સેન લિમિટેડ ( ૧૨૯૦ ) :- રૂ.૧૩૧૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૨૭૭ થી રૂ.૧૨૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૩૩૩ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) લ્યુપિન લિમિટેડ ( ૭૬૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૭૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૮૪ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૪૭ થી રૂ.૭૪૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૯૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ડી-લિન્ક (ઈન્ડિયા) લિ. ( ૯૧ ) :- ટેક્નોલૉજી સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૭ થી રૂ.૧૦૮ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ઓર્બિટ એક્સપોર્ટ્સ ( ૮૩ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે ટેક્ષટાઇલ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટ થી ખરીદવાલાયક સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૯૨ થી રૂ.૯૭ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે….!!!

) સ્માર્ટલિન્ક નેટવર્ક ( ૭૬ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭ નો પ્રથમ તેમજ રૂ.૬૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક ટેક્નોલૉજી સેકટર નો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૩ થી રૂ.૮૮ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) VLS ફાઈનાન્સ ( ૫૧ ) :- રૂ.૪૬ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૪ થી રૂ.૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૬૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક રેન્જ ૧૧૮૦૮ થી ૧૨૦૮૮ પોઈન્ટ ધ્યાને લેશો…..!! 

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here