શ્રીરામ જન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ 1…. સંઘર્ષમય ઇતિહાસ

શ્રીરામ જન્મભૂમિ સંઘર્ષ ગાથા ભાગ 1
500 વર્ષનો સંઘર્ષમય ઇતિહાસ
◆છેલ્લા થોડા દિવસોથી દેશમાં જ્યાં જુવો ત્યાં લોકો ભવ્ય દિવ્ય રામમંદિરની વાત કરી રહ્યા છે. લોકોનો ઉસ્તાહ જાણે સમાતો નથી… આખા દેશનું વાતાવરણ જાણે રામમય બની ગયું છે.
કેમ ન બને ભાઈ, આખરે લગભગ 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ 22મી જાન્યુઆરી 2024ના રોજ રામલલા નિજ ગૃહમાં પ્રવેશ કરશે!!
◆મિત્રો આપણે આવનારા ચાર અંકોમાં દર રવિવારે શ્રી રામજન્મભૂમિ સંઘર્ષની રસપ્રદ માહિતી મેળવીશું…
શ્રી રામજન્મભૂમિ પાછું મેળવવા માટે 1526 થી 1934 સુધી સરયૂ નદીનું પાણી અનેક વખત લોહી થી લાલ થયેલું…
આઝાદી પછી પણ ઓછો સંઘર્ષ નથી થયો!!. ભગવાન શ્રીરામની જન્મભૂમિ પાછી મેળવવા માટે લોકોની પેઢીઓની પેઢીઓ ખપી ગઈ ત્યારે આજનો ઐતિહાસિક દિવસ આવ્યો છે.
◆1526માં બાબર દ્વારા તોડવામાં આવેલ શ્રી રામજન્મભૂમિ પાછું મેળવવા માટે 1934 સુધી 74 સંઘર્ષ થયેલા જેમાં લાખો લોકોએ પોતાના પ્રાણની આહુતિ આપેલી…
રામજન્મભૂમિ માટે \”હેસવરના રાણી જયરાજ કુમારીએ પણ ત્રણ હજાર વિરાંગના સાથે મળીને કુલ દસ વખત ચઢાઈ કરેલી…\”
એજ પ્રમાણે હિંદુ ધર્મના કટ્ટર વિરોધી ઔરંગઝેબે સૈયદ હસન અલીના નેતૃત્વમાં બાબરી મસ્જિદના રક્ષણ માટે 50 હજારની ફોજ મોકલી ત્યારે \”બાબા વૈષ્ણવ દાસે શીખ ધર્મગુરુ ગોવિંદ સિંહને મદદ માટે બોલાવ્યા, એથી ઉશ્કેરાયેલા ઔરંગઝેબે વિશાળ સેના સાથે અયોધ્યા પર આક્રમણ કરેલું…
◆ચાલો ત્યારે રામજન્મભૂમિ મંદિર માટે 1526 થી લઇને 1934 સુધીમાં ક્યાં શાસકના સમયમાં કેટલા યુદ્ધ થયા એનો ઇતિહાસ ટૂંકમાં જાણીએ….
\”રામ જન્મભૂમિ માટે બાબરના સમયમાં ૪ યુદ્ધ થયેલા…\”
\”હુમાયુના સમયમાં ૧૦\” યુદ્ધ.
\”અકબરના સમયમાં ૨૦\” યુદ્ધ.
\”ઔરંગઝેબના જમાનમાં ૩૦\” યુદ્ધ.
\”નવાબ શહાદત અલીના સમયમાં ૫ યુધ્ધ,\”
\”નવાબ નસરુદ્દીનના સમયમાં ૩,\” યુદ્ધ.
અને \”નવાબ વાજીદઅલીના સમયમાં ૨ યુદ્ધ થયેલા\”
એમ કરીને ૧૯૩૪ સુધીમાં કુલ ૭૪ લડાઈ રામમંદિર પાછું મેળવવા માટે થયેલી જેના કારણે સરયૂ નદીના પાણી અનેક વાર લાલ થયેલા…
◆દેશને આઝાદી મળ્યા પછી પણ રામલલાને 75 વર્ષ કરતા વધારે સમય ટેન્ટમાં રહેવું પડેલું એ આપણાં દેશની બદનસીબી !
1984માં વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં રામજન્મભૂમિ આંદોલનની ફરી પાછી શરૂઆત થઈ… જેમાં લોકો સુધી સંદેશો પહોંચાડવા માટે વિવિધ કાર્યક્રમો થયેલા…
શ્રીરામ શિલા પૂજન અને શ્રીરામ જ્યોત યાત્રા જેવા મુખ્ય કાર્યક્રમો થયેલા.. એ દરમ્યાન અયોધ્યામાં જઈને કાર સેવા કરવાનું નક્કી થયું…
◆30મી ઓક્ટોબર 1990ના દિવસે સવારે 9 વાગીને 44 મિનિટે અયોધ્યામાં કાર સેવા કરવાનું નક્કી થયું….
લાલકૃષ્ણ અડવાણીની આગેવાનીમાં સોમનાથ થી અયોધ્યા સુધી રથયાત્રા કાઢવામાં આવેલી. જેમાં મુરલી મનોહર જોષી સહિત અનેક કારસેવકો જોડાયેલા..કોઈપણ કાર સેવક અયોધ્યામાં પ્રવેશી ન શકે એ માટે ઉત્તરપ્રદેશના એ સમયના મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે અયોધ્યાની સીમા પર 20 હજાર સશસ્ત્ર જવાન તૈનાત કરેલા… આ યાત્રાના આયોજનમાં આજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાન્ય કાર્યકર્તા તરીકે મુખ્ય ભૂમિકા હતી..
જયારે કેન્દ્રમાં પી. વ્હી. નરસિમ્હા રાવની સરકાર હતી…
◆સવારના 9.10 મિનિટ અશોક સિંઘલ મણિરામ છાવણીથી શ્રીરામ જન્મભૂમિ માટે રવાના થયા ત્યારે એમની સાથે ફક્ત પાંચ છ કારસેવકો હતા…
અશોક સિંઘલને જોતાની સાથે જેમ કીડીયારું ઉભરાઈ આવે એમ લોકો ઉભરાવા લાગ્યા…
જન્મભૂમિ પરિસરમાં જ્યાં નજર પડે ત્યાં ફક્ત કારસેવકો દેખાતા…
2જી નવેમ્બર 1990ના રોજ લગભગ 50 હજાર કારસેવકો રામ લલાના દર્શન માટે આગળ વધ્યા… ત્યાં એમને દિગંબર અખાડા પાસે રોકવામાં આવ્યા. એમના પર ટિયર ગૅસ પણ છોડવામાં આવ્યો..
એ વખતે એક પોલીસ અધિકારીનો આવાજ આવ્યો! એકપણ ગોળી વ્યર્થ ન જવી જોઇયે… નિશાન લગાવીને ગોળી મારો… \”આઝાદ ભારતમાં જલિયાંવાલા બાગ જેવી ઘટના હતી!!\”
◆ઘાયલ લોકો \”જીવતા છે. કે મરેલા\” એ જાણ્યા વગર એમને સીધા સરયુ નદીમાં પધરાવી દેવામાં આવેલા… \”આઝાદ ભારતમાં ફરી એકવાર સરયુ નદી લાલ બની\”…
એક દુકાનમાંથી શરદ કોઠારી નામના યુવા કાર સૈનિકને બહાર ખેંચીને એના માથામાં ગોળી મારવામાં આવી… એને બચાવવા એનો નાનો ભાઈ રાજકુમાર આડો આવ્યો તો એને પણ ગોળી મારવામાં આવેલી…
કારસેવકો પર આટલો અત્યાચાર કરવા છતાં સરકારી રેકોર્ડમાં ફક્ત 10 કાર સેવકોના મૃત્યુની નોંધઃ કરેલી…
◆તારીખ 6 ડિસેમ્બર 1992ના દિવસે સરયુ કાંઠાની એક એક મુઠ્ઠી માટી શ્રી રામ ચબૂતરા પાસે નાખવાનું નક્કી થયું…
પણ પાછલી સરકારો દ્વારા અપનાવેલ વધારે પડતા કડક વલણ અને કારસેવકો પર થયેલા ગોળીબારનો ગુસ્સો આખરે ફૂટી નીકળ્યો અને બાબરી ઘ્વસ્ત થઈ…
રાતોરાત એક નાના ચબૂતરાને મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું… એ વખતે ઉત્તરપ્રદેશમાં કલ્યાણ સિંહની સરકાર હતી…
કલ્યાણ સિંહએ પોતાની નૈતિકતા સ્વીકારીને રાજીનામુ આપેલું…
એ વખતે મુંબઈમાં શિવસેના સુપ્રીમો બાળાસાહેબ ઠાકરેએ વિવાદિત માળખાને પોતાના શિવસૈનિકોએ નષ્ટ કર્યું કહીને એની જવાબદારી સ્વીકારેલી…
◆દેશને આઝાદી મળ્યા પછી 1950 થી શ્રીરામ જન્મભૂમિ માટે કોર્ટમાં કેસ ચાલી રહેલો.. 2003માં અદાલત દ્વારા મંદિર પરિસરમાં ઉત્ખલન કરવાની પરવાનગી આપવામાં આવી… જેમાં મંદિરના અનેક અવશેષ મળી આવ્યા જેને રામ જન્મભૂમિના અવશેષ તરીકે સ્વીકારવામાં આવ્યા.. અને 9મી નવેમ્બર 2019ના રોજ સર્વોચ્ચ અદાલતના અંતિમ નિર્ણય મુજબ રામમંદિર બાંધવાની અનુમતિ આપવામાં આવી…
વધુ આવતા અંકે, ત્યાં સુધી જયશ્રી રામ…
◆ C. D. Solanki
◆ Mob. 8108641599