શ્રી ઝવેરચંદ મેઘાણી (રાષ્ટ્રીયશાયર )૧૨૪મી જન્મ જયંતિ નિમિત્તે ભાવાંજલિ
શ્રી ઝવેરચંદ મેઘાણી નો જન્મ ૨૮ ઓગસ્ટ (૧૮૯૬)ના રોજ ચોટીલા મુકામે થયો હતો. રાષ્ટ્રીય શાયર નું બિરૂદ પ્રાપ્ત કરનાર મેઘાણીજી ની૧૨૪ મી જન્મજયંતી ઉમંગભેર ઉજવણી ત્યારે આ ભાવાંજલિ અર્પણ કરી ગુજરાતી સાહિત્યના આ દેવદૂત ને શત-શત નમન કરીને તેમના માતબર સંશોધન અને સર્જની યાત્રા કરાવવા નો નાનકડો પ્રયાસ કરી રહ્યો છું.
ઝવેરચંદ મેઘાણીએ પ્રાથમિક શિક્ષણ રાજકોટ શહેરમાં અને માધ્યમિક શિક્ષણ (બગસરા /અમરેલી) થી મેળવ્યું હતું. ૧૯૧૨ માં તેઓએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૧૬ માં અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં બી. એ ની ઉપાધિ પ્રાપ્ત કરી. તેમણે થોડા સમય માટે ભાવનગરની હાઇસ્કૂલમાં ખંડશિક્ષક તરીકે પણ કામ કર્યું હતું. ૧૯૨૨ માં તેમનાં લગ્ન દમયંતિબેન સાથે થયાં. ત્યારબાદ જુલાઈ ૧૯૨૨ માં તેઓશ્રી ‘સૌરાષ્ટ્ર ‘નામના સાપ્તાહિક માં જોડાયા અને માત્ર છ મહિનામાં જ તેમની ‘કુરબાની ની કથાઓ”પ્રસિદ્ધ થઇ. આ ઉપરાંત તેમણે રવીન્દ્રનાથ ટાગોરની ૧૮ ગીતકથાઓનું તેમજ તેમની નાટ્યકવિતાઓમાંથી બે એમ કુલ મળીને ૨૦ નું ગદ્ય માં રૂપાંતર કરીને ગુજરાતી સાહિત્યનો ખરો મિજાજ રજૂ કર્યો. ‘રસધાર”ના પાંચ ભાગ, ૯૮ કથાઓ, લોકસાહિત્ય ના ૧૬સંગ્રહ આપ્યા. તેઓ દેશ -પરદેશના સાહિત્ય ના ખૂબજ ઊંડા અભ્યાસી હતા. તેમના માટે શ્રી ઉમાશંકર જોશીએ લખ્યું હતું કે ‘તેઓ લોકસાહિત્ય ની કલગી સમાન હતા”તેમણે પોતાનું સંપૂર્ણ જીવન ગુજરાતી સાહિત્ય ના ચરણમાં સમર્પિત કરી દીધું હતું. તેઓ ભાવનગરમાં પિંગળશીભાઇ અને દુલા ભાયા કાગ ના સંપર્ક માં આવ્યા. અહિથી જ તેમના સર્જન આત્મા ને નવી દિશા મળી. તેમણે વ્રતકથાના બે ગ્રંથો આપ્યા અને લોકકથા ના સંશોધન ની શરૂઆત કરી દીધી. (રઢિયાળી રાત, ૪ભાગ) ચુંદડી ભાગ ૧/૨ જેની અંદર લગ્નગીતો અને ‘ખાયણાં’ છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ વેણી નાં ફૂલ૧૯૨૮ માં, સિંધૂડો (૧૯૩૦)યુગવંદના (૧૯૩૫)માં બહાર પડ્યા. સ્વાતંત્ર્ય લડત વખતે મેઘાણીજી ની કવિતાઓએ રણહાક નું કામ કર્યું., આ રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણ થી આવે.સરકાર દ્વારા ‘સિંધૂડો’ જપ્ત થઈ ગયો. તેમની કલમની તાકાત અન્યાય નો સામનો કરવા માટે તૈયાર રહેતી. સરકારે મેઘાણીજીને જેલવાસ આપ્યો. ૧૯૩૦માં સૌરાષ્ટ્ર ફરી શરૂ થયું. ગોળમેજી પરિષદમાં હાજરી આપવા જતા પૂજ્ય બાપૂને શુભેચ્છા પાઠવતાં ઝેરનો છેલ્લો કટોરો લખ્યું અને ત્યારે મહાત્મા ગાંધીએ મેઘાણીજીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું. ઇ.સ ૧૯૩૩ માં ધર્મપત્ની દમયંતિબેનનૂં અવસાન થયું અને તેઓ ૧૯૩૪ની સાલમાં જન્મભૂમિમાં જોડાયા અને એજ વર્ષે ચિત્રાદેવી સાથે લગ્ન કર્યા ત્યારથી તેઓએ જન્મભૂમિમાં ‘કલમ અને કિતાબ, નામની વૈવિધ્યસભર કટાર માં લખવાનું શરૂ કર્યું. આ ઉપરાંત તેમણે પ્રસંગચિત્રો તરીકે ફૂલછાબ *માં અને *જેલ ઓફિસ ની બારીતેમજસોરઠ તારાં વહેતાં પાણી *ગુજરાતી ભાષા માં નવલકથા નું ધરેણું સાબિત થઈ. તેમણે લગભગ ઐતિહાસિક અને સામાજિક ક્ષેત્રે ૧૪ જેટલી નવલકથાઓ આપી જેમાં ગુજરાત નો જયરા,ગંગાજળયો આ ઐતિહાસિક છે અને વેવિશાળ તુલસી ક્યારો બેઉ સામાજિક પૃષ્ઠભૂમિકા પર આધારિત છે. રવીન્દ્રનાથ ટાગોરના ગુજરાતી કાવ્યસંગ્રહ નો અનુવાદ એટલે રવીન્દ્રવીણા (૧૯૪૪) અનુસર્જન છે. ૧૯૪૬માં *૫રકમ્મામાં પોતાની અંગત નોંધો છે. છેલ્લું પ્રયાણ (૧૯૪૭)જે ગુજરાત ના ડાયરી સાહિત્ય માં અનોખું સ્થાન ધરાવે છે. અંતે ૯મી માર્ચ (૧૯૪૭)ના રોજ આપણા સૌના લાડિલા આ સાહિત્યના પુજારીનો આત્મા અનંતની યાત્રા એ ઉપડી ગયો.
અજિત શાહ નિવૃત્ત શિક્ષક
વસઈ