

મુંબઈ : હેરીસ પાર્ક સીનીયર સીટીઝન ગ્રુપ દ્વારા નાગરિક સંશોધન બીલના સમર્થનમાં સિડની, ઓસ્ટ્લિયામાં ભવ્ય રેલી.
તા. 09-01-2020, ગુરુવારની સવારે 10.00 કલાકે રોઝીલ પાર્ક, હેરીસ પાર્ક, સિડની – ઓસ્ટે્લિયા ખાતે એક ભવ્ય રેલીનું આયોજન CAB અને NRC ના સમર્થન માટે કરવામાં આવ્યું હતું…
આ રેલીનું આયોજન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે સિડની ખાતેના ભારતીય નાગરિકો દ્વારા કરવામાં આવેલું હતું. આ ઉપરાંત ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મુંબઈમાં રહેતા હાલ ઑસ્ટ્રેલિયા ગયેલ મુકેશ મહેતાએ સ્વાભિમાન ભારત સાથે ફોન પાર વાતચીતમાં માહિતી આપતા કહ્યું કે ઑસ્ટ્રેલિયામાં વસતા મૂળ ભારતીય જેમાં હર્ષદ ઠક્કર,ભુપેન્દ્ર પટેલ, રામમૂર્તિ, સુંદર રાજન, મહેન્દ્ર દેસાઈ, પંકજ ગાંધી, સહીત ઓસ્ટ્રેલિયાના અલગ અલગ પરામાંથી અને ભારતના મુંબઈમાં વસતા અને ટુરિસ્ટ વિઝા પર ગયેલા લોકો આપણા દેશના પ્રધાનમંત્રીને અને નાગરિક સંશોધન બિલ સમર્થનના આયોજનમાં સહભાગી થઇ આ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
