મુંબઈ : સગીર વયની કિશોરી પાસે દેહવેપાર કરાવતા નરાધમોની ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૨ની ટીમે ધરપકડ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-૧૨ને માહિતી મળી હતી કે વિરારમાં રહેતા શખ્સો સગીર વયની છોકરી પાસે દેહવેપાર કરાવે છે એના આધારે ઇન્સ્પેક્ટર સચિન ગવસે છટકું ગોઠવી એક બોગસ ગ્રાહકે આરોપીનો મોબાઇલ પર સંપર્ક કરી છોકરીની માંગણી કરતા આરોપીએ ૩૦ હજાર કહ્યા હતા ત્યારે બોગસ ગ્રાહકે એક યુવતી અને એક સગીર છોકરીનું પૂછતાં આરોપીએ ૪૫ હજાર કહ્યા અને સ્કૂલ ડ્રેસમાં એક કિશોરી સહીત બીજી યુવતીઓના ફોટા મોબાઇલ પર મોકલાવ્યા. બોગસ આરોપીએ પોલીસની યોજના અનુસાર આરોપીને છોકરીઓ લઇને ઓબેરોય મોલની સામે જન. એ.કે. વૈદ્ય માર્ગ દિંડોશી ગોરેગામ ખાતે આવવાનું કહ્યું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પહેલેથી ત્યાં છટકું ગોઠવ્યું હતું. આરોપી મારુતિ સ્વીફ્ટ કારમાં આવી ગ્રાહક સાથે સંપર્ક કર્યો. તે સમયે અધિકારીઓએ એક કિશોરી અને બે યુવતીઓને છોડાવી આરોપી તુષાર ચંદ્રકાન્ત દારૂવાલા (૫૩), આફરીન શબાબુલ સલીમ ખાન (૨૫) બંને રહે વિરારની ધરપકડ કરી તેમની પાસે થી જપ્ત કરાયેલ મુદામાલ અને કાર દિંડોશી પોલીસે સ્ટેશનને સોંપી હતી. દિંડોશી પોલીસ સ્ટેશને વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ કામગીરી સંતોષ રસ્તોગી સહ.પો. આયુક્ત (ગુન્હો), ઉપાયુક્ત અકબર પઠાણ, સહાયક પો.આયુક્ત અવિનાશ સિંગટેના માર્ગદર્શનમાં પોલીસ નિરીક્ષક (પ્રભારી) સાગર સીવલકર, પો.ની. સચિન ગવસ, પો.ની.અતુલ ડાહકે. સ.પો.ની. વિક્રમસિંહ કદમ, અતુલ આવ્હાડ, પો.ઉ.ની. હરીશ પોળ, હેમંત ગીતે, સ.ફો.ચૌહાણ, પો.હ. મુરલીધર કારંડે, વિનાયક શિંદે, શાંતારામ ભુસારા. પો.ના. મંગેશ તાવડે, સંતોષ બને, અશોક ખોત, રાજેશ સાવંત, અમોલ રાણે, મહિલા પો.ના.અશ્વિની દેવળેકર, ભીંસે,પો.શી.સચિન જાધવ,અન્ના મોરે,પોહચાએ સફળતાપૂર્વક પર પાડી હતી