Home Local સાથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ૧૦મી રક્તદાન શિબિર

સાથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ૧૦મી રક્તદાન શિબિર

648
0

મુંબઈ : દહિસર ખાતે છેલ્લા કેટલાય વર્ષોથી સાથ ફાઉન્ડેશન તરફથી રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવે છે. જેમાં શ્રી રામદેવપીર ભાવિક મિત્ર મંડળ નો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થાય છે. વર્ષમાં એક રક્તદાન શિબિર સામાન્ય જનતાને જરૂર પડે ત્યારે લોહી મળી રહે તે માટે જુલાઈમાં નવજીવન બ્લડ બેન્ક અને મીરા-ભાઈંદર બ્લડ બેન્ક સાથે શિબિરનું આયોજન કરવામાં આવે છે. જયારે ફેબ્રુઆરીમાં ટાટા મેમોરિયલ હોસ્પિટલ સાથે વિશેષ કેન્સરના દર્દીઓ માટે શિબિરનું આયોજન કરવામાં આવે છે.
સાથ ફાઉન્ડેશનના દિપક ઠકકરએ જણાવ્યું હતું કે અમારો પ્રયાસ છે કે અમુક દર્દીઓને સારવાર દરમિયાન લોહીની જરૂર પડે પણ આર્થિક પરિસ્થિતિને મુશ્કેલી આવતી હોઈ તેમને સમયસર લોહી મળી શકે. બીજા સભ્ય નલિન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સાથે ફાઉન્ડેશન કોઈ રાજકીય પ્રેરિત સંસ્થા નથી અને આમાં સહુ કાર્યકર્તા રૂપે સંસ્થાના નામ પ્રમાણે સાથે મળીને કાર્ય કરે છે. અમે ૧૦મી રક્તદાન શિબિરમાં ૨૮૯ બોટલ લોહી મેળવ્યું છે.રક્તદાતાને એક સર્ટિફિકેટ અને ગિફ્ટ આપવામાં આવી હતી.
સાથ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ૧૦મી રક્તદાન શિબિરમાં શિવસેના નેતા વિનોદ ઘોસાળકર, ભાજપા નગરસેવક જગદીશ ઓઝા, કોંગ્રેસના નેતા અભય ચોબે, સમાજ અગ્રણી ભરત વસાણી, હાસ્ય કલાકાર ભાગ્યેશ વારા,સહીત દહિસર-બોરીવલીના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.
ભરત જોશી અને કુંવરજી સોલંકીએ સાથ ફાઉન્ડેશન વતી શ્રી રામદેવપીર ભાવિક મંડળ સહીત રક્તદાન માટે ઉપસ્થિત દરેક વ્યક્તિનો આભાર પ્રકટ કરતા કહ્યું કે સેવાની આ જ્યોતને અખંડ રાખવામાં આપ સહુનો અમૂલ્ય સહકાર છે.
રક્તદાન શિબિરના સફળ આયોજનમાં ભાવેશ ગોરડિયા, અમિત અગ્રવાલ, અમિત જોશી, બીરેન સોલંકી, સહીત અનેક સેવાભાવીઓએ જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here