ગુજરાત : સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામે એકાદ મહિના પહેલા થયેલ હત્યા કરનાર આરોપી જેની ઓળખ વૃષાંત ઉર્ફે શ્યામ રહે. રાજેશ્વરી પાર્ક, નાણાવટી ચોક, સ્ટર્લિંગ હોસ્પિટલની પાછળ, રાજકોટ. ને પોલીસે ઝડપી પાડ્યો હતો
સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામમાં મુંબઈના રહેવાશી જીગ્નેશ ધકાણ નામના શખ્સની હત્યા થઇ હતી જેની ફરિયાદ તેના મોટાકાકાએ સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા અજાણ્યા ઈસમ પર ગુ.ર. ક્ર.૧૧૧૯૩૦૫૩૨૦૦૫૩૪, ઈ. પી. કો. કલમ ૩૦૨, તથા જી.પી.એક્ટ. કલમ ૧૩૫ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તાપસ હાથ ધરી હતી જેમાં ચોક્કસ માહિતીના આધારે સાવરકુંડલાથી એકાદ કી.મી. ના અંતરે મોટરસાયકલ પર જઈ રહેલ એક ઈસમને ઝડપી પડ્યો હતો. જેની પૂછપરછ કરવામાં આવતા ઓળીયા ગામે જીગ્નેશ ધકાણની હત્યા કરી હોવાનું કબુલ કરતા કહ્યું હતું કે તે અનેક શહેરોમાં મહિલાઓના ગળામાંથી સોનાની ચેન ચીલઝડપ કરી બીજા શહેર કે ગામમાં ચાલ્યો જતો એવી રીતે એ ઓળીયા પહોંચી શનિ મંદિરે રોકાયો હતો જ્યાં તેની ઓળખાણ જીગ્નેશ સાથે થઇ હતી. જીગ્નેશના મોબાઇલમાં કોઈના ફોન આવે તો આરોપીને લાગતું કે ફોન પર કોઈ તેના વિશે પૂછપરછ કરી રહ્યું છે. એ ડરથી તે એક દિવસ સાવકુંડલા ચાલ્યો ગયો અને રાત્રીના સમયે મંદિરે પોતાની બેગ લેવા આવ્યો તે સમયે ત્યાં સુતેલ જીગ્નેશ પોલીસને પોતાની માહિતી આપી દેશે એ ડરથી ત્યાં પડેલ લોખંડના સળીયાથી જીગ્નેશના માથામાં ઘા કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ દરમિયાન અવાજ થતા મંદિરના બાપું જાગી જતા આરોપી મોટરસાયક્લ લઇ ત્યાંથી ભાગી ગયો હતો.
વધુ પૂછપરછમાં ગુજરાતના સુરત-૩૯, રાજકોટ-૬, સાવરકુંડલા-૩, વડોદરા-૨, જામનગર-૨ એમ મળીને કુલ ૫૨ (બાવન) ગુન્હાને અંજામ આપ્યા હોવાનું જાણવા મળ્યું હતું. તે પોતે એકલો જ ચીલઝડપ કરતો અને મહિલાઓને નિશાન બનાવતો તેની પાસેથી તેની પાસેથી સોના-ચાંદીના દાગીના, મોટરસાયકલ અને મોબાઇલ ફોન મળીને કુલ ૩,૪૧,૧૪નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શનમાં આ કાર્યવાહી એલ.સી.બી. ઈનચાર્જ આર.કે. કરમટા, પો. સ. ઈ. પી.એન. મોરી, એ.એસ.આઈ. વિજય ગોહિલ, પ્રફુલ જાની, મહેશ ભૂતૈયા, હે.કોન્સ. મયુર ગોહિલ, રાહુલ ચાવડા, જયરાજ વાળા, સંજય મકવાણા, કિશન હાડગરડા, ભીખુ ચોવટીયા, જયસુખ આસલીયા, જેશીંગભાઇ કોચરા, પો.કોન્સ. ગિરિરાજસિંહ જાડેજા, ભાવિનગીરી ગોસ્વામી, અજયસિંહ ગોહિલ, રાહુલ, ધવલ મકવાણા, અજય વાઘેલા, મહેશ મુંધવા એ પાર પડી હતી.