Home Story સાહિત્ય વારસો સ્પર્ધા – ૧૮

સાહિત્ય વારસો સ્પર્ધા – ૧૮

918
0

સાહિત્ય વારસો સ્પર્ધા – ૧૮

ગમો-અણગમો. શીર્ષક – લાલજી ની લીલા

અને ખૂબ જ ઊંચા સાદે પૂત્રવધુને ઝઘડતાં, અચાનક જ બ્લડ પ્રેશર હાઈ થઈ જતાં, આરતી બહેન ઢળી પડ્યાં. ડોક્ટર સાહેબે લકવો થયો છે એમ કહેતાં જ સંપૂર્ણ પથારીવશ રહેવા લાગ્યા.. માંડ માંડ એક- બે શબ્દો ઉચ્ચારતા. પણ વહુ મારિયા જે ખ્રિસ્તી હતી.. અને એ કારણે આરતી બહેનના અણગમાનો ભાગ બની હતી, પણ એકનાં એક દિકરા પવનની પસંદ તેમને ગમાડવી પડતી. આખો દિવસ તેઓ કોઈ પણ બહાને મારિયાને વઢ્યા કરતાં. જાણે એ પરમાટી ખાનારી એમની પસંદ હોય જ ન શકે! પણ ઘરમાં નોન-વેજ લાવવાની કે ખાવાની મનાઈ હતી. જે માનભેર મારિયાને કબૂલ હતી. પણ આરતી બહેનના લાલજી ની સેવા, કંઠી.. આ બધું વિચારતાં આરતી બહેન ધુંધવાઈને બમણાં અવાજે પોતાની પૂત્રવધુને વઢ્યા કરતાં. મહા પરાણે, મનાવતાં લાલજી નાં મંદિર પાસેની ભીંતે મધર મેરીનો ફોટો ખૂબ જ રકઝક અને કકળાટ પછી લગાવવાની છૂટ આપી હતી. ઘરનાં બેય પુરુષો આ બાબતે કદીયે માથું મારતાં નહીં. વળી હવેથી તો ખાવાનું, કુદરતી ક્રિયાઓ, ન્હાવું બધું જ આરતી બહેનને હવે પથારીમાં જ પડ્યા પડ્યા કરવું પડતું. જેની જવાબદારી મારિયાએ હસ્તે મોઢે ઉપાડી લીધી હતી, કશાય અણગમા વગર!
કદાચ મારિયાની આજ વાતે આરતી બહેન અંદર ને અંદર વધુ પસ્તાવો કરતાં હતાં.. અને ભગવાનને મનોમન કહેતા “હે મારા કનૈયા! હે લાલજી.. હું પણ કેવી મૂરખ હતી! સોના જેવી મારી વહુને ઓળખી શકી નહીં. અને ધર્મના નામે એને ધુત્કારતી રહી! પણ ખૂબ જ ડાહી છે મારી વહુ! મને જલ્દી પાછી સાજી કરી દે. જેથી હું એને મારી પેટની જણી દિકરી જેટલો પ્રેમ આપીને એને સંતોષ આપી શકું!”
આમ એક મહિનામાં જ ડોક્ટરના કહેવા પ્રમાણે હવે તેઓ રોજ કસરત કરીને,થોડી વાર માટે પથારીમાં બેઠાં થઈ શકતાં. અને મારિયા પણ મનોમન સાસુમાના બદલાયેલા વલણની સાક્ષી બની. અને આજે જન્માષ્ટમીને દિવસે જ્યારે જ્યારે આરતી બહેન લાલાની સેવા કરતાં મારિયાને જોતાં હતાં… ત્યારે જ અચાનક એમની દ્રષ્ટિ મધર મેરીનાં ફોટા પર પડી… ત્યારે તેમને ફોટામાં મધર મેરીનાં હાથમાં ભગવાન ઈશુને બદલે પોતાનો લાલજી રમતો દેખાયો! અને” પ્રભુ મને માફ કરી દે!” ના ઉચ્ચારણો સાથે વંદન કરવા માથું નમાવી રહ્યાં.. અને મનહરભાઈ, પવન અને મારિયાનાં મોઢા એક સંતોષકારક મન ગમતાં સ્મિત સાથે મલકી ઊઠ્યાં.
અંજના ગાંધી “મૌનું”
વડોદરા

વિષય : ગમો અણગમો

“ચાલો સારું થયું છોકરી શોધવા ફાંફા ન મારવા પડ્યા,છોકરાએ જ છોકરી શોધી લીધી..” ઉપરોક્ત શબ્દો
જુના પડોશી એમના દીકરાનાં પ્રેમલગ્નની મીઠાઈ આપવા આવ્યા ત્યારે સાસુમા બોલ્યા.
સાસુમાનાં શબ્દો સાંભળીને વહુ સ્વગત બોલે છે, “કાશ!! 14 વર્ષ પહેલાં તમે તમારા દીકરાને એની ગમતી છોકરી સાથે લગ્ન કરાવી આપ્યા હોત,તો જીવનભર મારે તમારા દીકરાનાં અણગમાને કાયમ મારે ગમતો કરવાનો વારો ન આવ્યો હોત.” ના ચાહવા છતાં,આજે પણ સંવાદનાં, લાગણીનાં કે કાળજીનાં અભાવમાં મને મારા પ્રત્યેનો એમનો અણગમો જ દેખાય. મનને મનાવવાની લાખ કોશિશ કરું છું કે કોઈ દિવસ તો એમના દિલમાં મારા માટે પ્રેમ ઉભરાશે!! એમની હકારાતમ્ક વિચારસરણી,એક આગવું પ્રભાવશાળી વ્યક્તિત્વ,સખત મહેનતુ,એમની હરેક અદા,બોલવાની છટા,ક્લિન્ડ સેવ્ડ ચહેરો,ફોર્મલ શર્ટ સાથે મેચિંગ ટ્રૉઉઝર અને સાથે એક હાથમાં લેપટોપ બેગ ને બીજા હાથમાં કારની ચાવી સાથે મોબાઈલ… આહા!! બસ, એને જ નીરખવાનું મન થયા કરે, એના માટે મારા દિલમાં રોજબરોજ ચાહત વધતી જ જાય છે. ને કાયમ વધતી રહેશે.એ મને ન ગમે એ માટેનું મારી પાસે કોઈ જ કારણ નથી.
મારો પહેલો પ્રેમ જો છે એ. જ્યારે એમની આંખોમાં જોઉં ત્યારે એક આશા હોય કે,એમની નજરમાં મારા માટે પ્રેમ હોય. પણ અફસોસ…આજે પણ એમની આંખોમાં મારા માટે પ્રેમનો, લાગણીનો, હૂંફનો શૂન્યાવકાશ જ દેખાય છે. આ શૂન્યાવકાશ કાયમ મારે ગમામાં માનવો…
મુક્તિ લાડ..
મુંબઇ

શીર્ષક:- જીવન

આશા પોતાના જીવનથી નિરાશ થઈ ગયેલ કેમકે પાંચ વર્ષ પહેલાં એક અકસ્માતમાં​ તેની કરોડરજ્જુ એટલી બધી ઇજાગ્રસ્ત થયેલીને કે ત્યારથી તેનું હલન ચલન ફક્ત વ્હીલચેર પર જ શક્ય બનતું.એ તે દિવસથી એમ જ વિચારતી કે “આ જીંદગી કરતાં ભગવાને મને મોત આપ્યું હોત તો સારું હતું ,આવી જીંદગી શું કામની?”
આમ જ એક દિવસ તે આવું વિચારતા ટી.વી.ની ચેનલો ફેરવી રહી ત્યાં એણે એક ન્યૂઝ ચેનલ પર એક ઇન્ટરવ્યુ જોયો તેમાં જન્મથી અંધ એક​ યુવતી ભણવા પર લક્ષ્ય કેન્દ્રિત કરી આઈ.એસની એક્ઝામ પાસ કરી આજે કલેક્ટરના હોદ્દા પર હતી એ પોતાના જીવનની કહાની કહી રહી હતી.
આ સાંભળી આશાના મનમાં પણ એક વિચાર આવ્યો એણે અકસ્માત પહેલા ગ્રેજ્યુએશનતો પૂરું કરેલું જ હતું.હવે તેણે જી.પી.એસ.સીની તૈયારી કરવા નું નક્કી કર્યું અને તેના આ ફેંસલામાં તેના પરિવારે પણ તેને સાથ આપ્યો.
આશા અર્જુનની​ જેમ પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી પરીક્ષાની તૈયારી કરવા લાગી,તે બહુ ક્યાંય આવી જઇતો ન શકતી પણ તેણે બધી તૈયારી ઈન્ટરનેટ દ્ધારા કરી અને એની મહેનત સફળ થઇ . પરિણામ આવતા જ ખબર પડી કે મેરીટમાં એ પાંચમાં ક્રમ પર હતી.આમ આશાને પોતાના જીવન પર થતો અણગમો ગમામાં પલટાઈ ગયો.
:-મેઘલ ઉપાધ્યાય
રાજકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here