હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીના ચાહકોના દાનથી ભીંત વગરની નિશાળને અદ્યતન મકાન મળ્યું
સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા તાલુકાના નાવા ગામની સીમમાં વાદી-મદારીની વસાહત આવેલી છે. આ વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો અત્યાર સુધી એક નાનકડા છાપરા નીચે ભીંત વગરની શાળામાં ભણતા હતા.
જાણીતા હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીની પ્રેરણાથી ઈન્ડીયન ફેમિલિ એસોસિએશન ( IFA ) કેનેડાના ચાહકોએ ૧૧ લાખથી વધું રકમનું દાન આપી અત્યંત ભવ્ય શાળા બનાવી આપેલ છે.
૧૭ ઓક્ટોબર રવિવારે સવારે SGVP સંસ્થા- છારોડીના પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામિ તથા સુપ્રસિદ્ધ ભાગવતકથાકાર પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનાં વરદહસ્તે આ શાળાનું છાત્રાર્પણ થયું હતું.
આ પ્રસંગે ભારત સરકારના કેબિનેટ મંત્રી પરસોત્તમ રુપાલા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટિના કુલપતિ ડો. નીતિન પેથાણી અને સુવિખ્યાત હાસ્યકલાકાર પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઊદધાટનમાં જગદીશ ત્રિવેદીના ચોથા વર્ષની આવક અને જાવકનો હીસાબ આપતું પુસ્તક “ સેવાનું સરવૈયું ભાગ-૪ “ નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
પૂજ્ય માધવપ્રિય સ્વામિએ કહ્યું હતું કે જગદીશના કપડાં જેવો જ બેદાગ એનો વાનપ્રસ્થ છે. પૂજ્ય ભાઈશ્રી કહ્યું હતું કે જગદીશ ત્રિવેદીએ સેવાની કેડી કંડારી છે એ ભવિષ્યમાં રાજમાર્ગ બનશે. મંત્રી રુપાલાએ કહ્યું હતું કે જગદીશ ત્રિવેદીના કાર્યકર્મમાં અમે એટલે આવીએ છીએ કારણ અમને પણ એમના કાર્યમાંથી પ્રેરણા મળે છે.
રિપોર્ટ. પરાલિયા જયદીપભાઈ