સુરેન્દ્રનગરના થાનગઢમાં ચોંકાવનારી ઘટના દફનાવવામાં આવેલી બાળકીનો મૃતદેહ બહાર કેવી રીતે આવ્યો

સુરેન્દ્રનગરના થાનગઢમાં ચોંકાવનારી ઘટના દફનાવવામાં આવેલી બાળકીનો મૃતદેહ બીજે દિવસે બહાર કેવી રીતે આવ્યો \"\"

ગુજરાત : સુરેન્દ્રનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ૧૭ મહિનાની એક બાળકીને મૃત્યુ બાદ દફનાવવામાં આવી હતી. તેના બીજા દિવસે તેનો મૃતદેહ કબરની બહાર મળી આવ્યો હતો.
સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢની દોઢ વર્ષની બાળકીને જન્મથી હૃદયમાં કાણું હતું તેને સારવાર માટે થાન સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. નાની બાળકી હોવાને કારણે તેની ૨૫/૦૨)૨૦૨૩ ના દફનવિધિ કરવામાં આવી હતી. તા.૨૬/૨/૨૦૨૩ મૃતકના પિતા ચણ નાખવા જતા હતા ત્યારે બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેની તેમણે પોલીસ અને થાન સરકારી હોસ્પિટલને જાણ કરી હતી. જે બાદ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. બાળકીના શવ સાથે કોઈએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનો તેના પરિવારજનોનો આક્ષેપ કર્યો હતો.
પરંતુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રીપોર્ટમાં બાળકી સાથે કોઈ દુષ્કર્મ નહીં થયું હોવાનું સામે આવ્યું હતું. તેમજ બાળકીને કોઇ ઇજાના નિશાન પણ જોવા મળ્યાં ન હતા. પરંતુ મૃતદેહને કોણે બહાર કાઢ્યો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી જલ્દીથી જલ્દી આ કૃત્ય કરનારને ઝડપી લેશે

અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ

\"\"
જાહેરખબર
\"\"
જાહેરખબર