હાર્દિક હુંડિયાએ ક્યારે આપી જાનથી મારી નાખવાની ધમકી, બાબુ બોહરા પુરાવા આપે

હાર્દિક હુંડિયાએ ક્યારે આપી જાનથી મારી નાખવાની ધમકી, બાબુ બોહરા પુરાવા આપે

મુંબઇ : પત્રકાર જગતમાં હાર્દિક હુંડિયાનું નામ ખૂબ જ આદર અને ગૌરવ સાથે લેવામાં આવે છે.
પત્રકારના જીવનમાં આક્ષેપ-પ્રતિ આક્ષેપો થાય છે, જ્યારે આપણે સમાજની બદીઓ બહાર કાઢીએ છીએ ત્યારે આપણી નિંદા કરનારા લોકો હોય છે. આ વાત જણાવતા છેલ્લા ૨૫ વર્ષ થી પત્રકાર જગતમાં પત્રકારીતા કરવા વાળા હાર્દિક હુંડીયા એ જણાવ્યું કે બાબુ બોહરા નામના આ વ્યક્તિને ક્યારેય જોયો નથી, ક્યારેય ફોન પર વાત કરી નથી, તો પછી ક્યા આધારે બાબુ બોહરા નામના વ્યક્તિ કહે છે કે હાર્દિક હુંડિયાએ મને ગોળી મારી દેવાની ધમકી આપી?
હાર્દિક હુંડિયાએ જાલોર જિલ્લાના વરિષ્ઠ પોલિસ અધિકારીને વિનંતી કરી છે કે પત્રકાર પર ખોટો આરોપ મૂકનાર બાબુ બોહરા સામે કડક કાર્યવાહી કરવામાં આવે. બાબુ બોહરાએ સમાજને ગેરમાર્ગે દોરવા બદલ માફી માંગવી જોઈએ. હાર્દિક હુંડિયાએ કહ્યું છે કે, બાબુ બોહરા જ્યારે સમાજમાં ખોટો પ્રચાર કરીને તેનું મન નું ધાર્યું નથી થતું ત્યારે તે પોલીસનું નામ લઈને સામેની વ્યક્તિને ડરાવે છે. પોલીસમાં ખોટી ફરિયાદ કરે છે. નાકોડાના પ્રમુખ પદ માટે ચૂંટણી લડી રહેલા રમેશ મુથાની વિરુદ્ધમાં બાબુ બોહરા પ્રચાર કરે છે પરંતુ રમેશ મુથા સમાજમાં એક અલગ અમૂલ્ય ઓળખ ધરાવે છે. ધાર્મિક જગતમાં તેમજ સમાજમાં રમેશ મુથાનો પરિવાર જૈન શાસનમાં ખૂબ જ અદ્યતન ભૂમિકા ભજવે છે. બાબુ બોહરા જૂઠું બોલીને સમાજને ગેરમાર્ગે દોરવામાં માહેર છે પણ હવે લોકો બાબુને ઓળખી ગયા છે. હાર્દિક હુંડિયાએ જાલોર એસ પી.ને વિનંતી કરતા કહ્યું છે કે હું અધર્મીઓ સામે ધર્મની લડાઈ લડતો રહું છું અને દેશના કાયદાને તથા તમારા જેવા પ્રામાણિક લોકોનું સમર્થન મળી રહ્યું છે. હાર્દિક હુંડિયાએ સમાજને ઉલ્લેખી ને પણ કહ્યું કે તમે જ્યારે સત્ય માટે લડો છો ત્યારે બાબુ બોહરા જેવા લોકો ખોટા આક્ષેપો કરે છે, સમાજને આપણા વિરુદ્ધ ભડકાવે છે, પરંતુ આવા લોકોથી ડરવાની જરૂર નથી. હું ક્યારેય બાબુલાલને મળ્યો નથી, તેને ક્યારેય જોયો નથી, તેની સાથે ક્યારેય ફોન પર વાત કરી નથી, તો મેં બાબુને ગોળી મારી દેવાની ધમકી ક્યારે આપી? બાબુલાલ જવાબ આપે? ધર્મ અને સમાજમાં ખોટી વાતો ફેલાવનાર બાબુએ સમાજની, કાયદાકીય જગતની માફી માંગવી જોઈએ અને સમાજના સાચા કામો સામે આગમાં પેટ્રોલ નાખવાનું કામ ન કરવું જોઈએ, નહીં તો દેશનો કાયદો બાબુને ક્યારેય માફ નહીં કરે, આવું હાર્દિક હુંડિયાએ કહ્યું હતું આ બાબતે બાબુ બોહરાનો સંપર્ક થઈ શક્યો નહતો.પોલીસ વિભાગ આગળની તપાસ કરી રહી હોવાની માહિતી મળી રહી છે.

\"\"
જા×ખ