હુંફાળા સબંધનો અંત

◆ વહેલી સવારે ફોન આવ્યો, હેલો… નટુકાકા નથી રહ્યા… એમના દીકરા નયનને ઓસ્ટ્રેલિયા ફૉન કર્યો છે… કાલ સુધીમાં આવી જાશે…
અત્યારે ક્યાં છે?? મેં ફૉન કરનાર વ્યક્તિને પૂછ્યું.. હોસ્પિટલના ફ્રીઝરમાં એમને રાખવામાં આવ્યા છે.. સામેથી જવાબ આવ્યો…
ઠીક છે… હું હોસ્પિટલમાં જઈને આગળની વ્યવસ્થા કરું છું… કહીને મેં ફૉન મુક્યો…
◆ નટુકાકા આમ સાથે આમતો તો કોઈ રિલેશન ન હતું…. છતાં પણ એક મધુર સંબંધ હતો… એમનો એકનો એક દીકરો ઓસ્ટ્રેલિયામાં હતો, કાકીના ગયા બાદ તેઓ એકલા પડી ગયેલા…
કામવાળી બાઈ એમને નાના બાળકની માફક સાચવતી… છતાં વધતી ઉંમર અને એકલવાયા જીવનથી તેઓ કંટાળી ગયેલા…
◆ હજી થોડા દિવસ પહેલા નયન મુંબઇ આવેલો ત્યારે મેં એને કહ્યું કે ભાઈ કાકાની ઉમર થઈ ગઈ છે… એમને તમારી સાથે લઈ જાઓ…
એના બે દિવસ પછી કાકાનો મને ફૉન આવ્યો… એ લંબુ આજે ઘરે આવજે… હું ફરવા જવાનો છું.. પછી હું નહીં મળું… ( કાકા મને મોટા ભાગે લંબુ કહેતા) કોને ખબર હતી.. કાકા સાથેની આ છેલ્લી મુલાકાત હશે…!!
◆ કાકાના બંગલાની બહાર નયન મારી રાહ જોઈ રહેલો.. ભાઈ, હું પપ્પાને વૃદ્ધાશ્રમમાં મોકલાવી રહ્યો છું !! કદાચ નયનભાઈ એ મારી વાતને વધારે ગંભીરતાથી લીઘેલી…
કાકાને આ વાતની ખબર છે.??
ના મેં એમને ફરવા જાવ છો એવુ કહ્યું છે. વૃદ્ધાશ્રમમાં જવાની વાત કરી નથી.. તમે પણ ન કહેતા…
◆ આજે બે ત્રણ મહિનામાં કાકાના દેહાંતનો ફૉન આવ્યો… કરોડોના આસામી કાકા શહેરથી દુર એક હોસ્પિટલના ફ્રીઝરમાં હતા…
હોસ્પિટલ વાળાએ કાકાનો દેહને સોંપતિ વખતે મારો અને કાકાનો ફોટો લીધો, એમના રેકોર્ડ માટે જરૂરી હતું… બસ હવે નયનની રાહ જોવાતી હતી..
હોસ્પિટલથી જ એમની અંતિમ વિદાયનું નક્કી થયું… નયન આવતા\’જ કાકાને અંતિમ વિદાય આપવામાં આવી… કાકા પાછા કોઈ નાની હસ્તી ન હતા… પણ આજે ફક્ત પરિવારના લોકોજ હાજર હતા…
◆ સંબંધોનું પણ કેવું કહેવાય !!… ચિતા પર જાવ ત્યાંજ સમાપ્ત થઈ જાય…બસ એવુંજ કાંઈ થયેલું… ઓસ્ટ્રેલિયાથી મુંબઇ આવતી વખતેજ નયને કાકાના બંગલાનો સૌદો કોઈ ઓળખીતા સાથે કરી નાખ્યો.. અને જેનું ઘર હતું એને હોસ્પિટલથી બારોબાર સ્મશાનમાં લઇ ગયા…
◆ કાકા સાથેના સંબંધો એવા કે કોઈ વાર વડીલ તરીકે મને વઢતા તો કોઈ વાર હું એમને… અને બન્ને હસી પડતા… હુઁ એમને હમેશાં કહેતો કાકા પૈસા છે. તો એનો ઉપભોગ કરતા શીખો.. સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી… તો એ હસતા…
સ્મશાનમાં એક એક વાત યાદ આવી રહેલી, અને એમનો દેહ પંચમહાભૂત માં વિલીન થઈ રહેલો…
◆ આજે એમનું ભોજન હતું… નયને ફૉન કરીને કહેલુ…
ભાઈ પપ્પાના ભોજનમાં ફક્ત ઘરના લોકોને બોલાવ્યા છે.. ભાભીને લઈને આવજો… પપ્પા ના આત્માને સારું લાગશે…
પણ કાકાનું આ રીતે જવું એ મારી કલ્પના બહારનું હતું… હવે એમના નામનું ભોજન કરીયે ન કરીએ તો શું ફરક પડવાનો…
બસ કાકાનો અને મારો સંબંધ કદાચ એટલોજ હશે.. હવે જવાથી કે ન જવાથી શું ફરક પડશે…
C.D. Solanki.

Mob. 8108641599