૧૯૩૭થી મુંબઈના રસ્તા પર દોડતી ડબલ ડેકર બસની છેલ્લી સફર

મુંબઈમાં રહેતા કે બહારગામથી આવતા નાના – મોટા સહુને બ્રિટિશ યુગથી શરૂ થયેલી બેસ્ટની ડબલ ડેકરનું આકર્ષણ હોવું સ્વાભાવિક છે પરંતુ આજે એટલે કે તા. ૧૫/૦૯/૨૦૨૩ના રોજ મુંબઈના રસ્તા પર અંતિમ વાર દોડશે.
સાલ ૧૯૨૬માં ૧૫ જુલાઈના દિવસે મુંબઈના પબ્લિક ટ્રાન્સપોર્ટ શરુ કરવામાં આવ્યું હતું તે સમયે ટ્રામ ચાલતી હતી. સમય સાથે બદલાવ આવ્યો ટ્રામનું સ્થાન બસોએ લીધું ત્યારબાદ ૮ ડીસેમ્બર ૧૯૩૭ના રોજ ડબલ ડેકર બસ શરુ કરવામાં આવી. જે મુંબઈના નાગરિકો માટે અનેરું આકર્ષણ હતું. આજથી પંદર વર્ષ પહેલા બેસ્ટના કાફલામાં લગભગ ૯૦૦ બસ હતી જે ૨૦૧૯માં ઘટીને ૧૨૦ થઇ ગઈ હતી જે સંખ્યા ૨૦૨૨/૨૩માં ઘટીને ૪૫ હતી હાલ ત્રણ ઓપન ડેક સહીત કુલ સાત ડબલ ડેકર બસ હોવાની માહિતી સંબંધિત વિભાગ પાસેથી મળી હતી.
સરકારી નિયમ મુજબ વાહનનું આયુષ્ય ૧૫ વર્ષ નક્કી કરવામાં આવ્યું છે એ મુજબ ડબલ ડેકર બસો દોડાવવાનું બંધ કરવામાં આવ્યું છે તેના સ્થાને આધુનિક ઇલેક્ટ્રિક વાતાનુકુલિત (A.C.) ચલાવવાની શરૂઆત કરવામાં આવી છે.
આ બાબતે બસમાં અને વિશેષ ડબલ ડેકરમાં પ્રવાસ કરનાર પ્રવાસીઓએ વિભાગને બે બસોને મ્યુજીયમમાં રાખવા વિનંતી કરી હતી જેનો હાલ સુધી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો.
‘આપલી બેસ્ટ આપલ્યાસાઠી’ના કાર્યકારી પ્રમુખ સિદ્ધેશ મ્હાત્રેએ જણાવ્યું હતું કે વિશ્વનાં દરેક મેટ્રો શહેરમાં એક ટ્રાન્સપોર્ટ મ્યુઝિયમ હોય છે. પણ મુંબઈમાં નથી. આ બસોને સાચવી રાખીને એ દિશામાં એક પગલું જરૂર ભરવું જોઈએ મુંબઈમાં સિંગલ અને ડબલ ડેકર ટ્રામ હતી જે ‘૧૯૬૪માં ટ્રામ કાયમ માટે બંધ કરવામાં આવી હતી પરંતુ એક પણ પ્રકારની ટ્રામને સાચવીને રાખવામાં ન આવી ત્યારબાદ કલકત્તાથી ટ્રામ મંગાવવામાં જે હાલ બોરીબંદરમાં એને સાચવવામાં આવી છે. ભારત ના નાગરિકો લાગણીશીલ સ્વભાવ ધરાવતા હોય છે વર્ષોથી જેની સાથે નાતો હોય પછી તે સજીવ કે નિર્જીવ કંઈપણ હોય તેને પોતાના માનવા લાગે છે અને તેની વિદાય થાય ત્યારે ભાવવિભોર બની જાય છે.