૨૬ જાન્યુઆરી – ૨૬ બાળકો
સતત ૧૦ કલાક સ્કેટિંગ
પ્રજાસત્તાકની અનોખી ઉજવણી
મુંબઈ : સ્કેટ રનર્સ એકેડમી જે બાળકોને ખેલકૂદની સાથે દેશપ્રેમની જ્યોત પણ પ્રજ્વલિત રહે એ માટે હંમેશ પ્રયત્નશીલ રહે છે. એમના દ્વારા ૨૬ જાન્યુઆરીના દહિસરમાં વિશ્વ પ્રગતિ મંડળ સ્પોર્ટ્સ ક્લબ ખાતે ૧૦ કલાક સતત સ્કેટિંગનું આયોજન અનિલ ગાયકવાડના સહયોગથી કરી પ્રજાસતાક દિનની અનોખી રીતે ઉજવણી કરી હતી
જેમાં નાના-મોટા થઈને કુલ ૫૪ બાળકોએ ભાગ લીધો હતો જેમાંથી ૨૬ બાળકોએ બપોરે ૧૨. ૦૦. કલાક થી રાત્રીના ૧૦.૦૦ કલાક સુધી સ્કેટિંગ કરી એક નવો ઇતિહાસ રચ્યો છે એમ કહી શકાય. સ્કેટ રનર્સ એકેડમીના પ્રમુખ કોચ વિનોદ પાલના જણાવ્યા મુજબ સંપૂર્ણ ભારતમાં પ્રથમ વખત એક પણ મિનિટના વિરામ વિના લક્ષ્યાંક પાર પાડ્યો છે. લોકતાંત્રિક દેશ ભારતમાં ૨૬ જાન્યુઆરી અને ૧૫ ઓગસ્ટ મોટા તહેવાર તરીકે ઉજવણી કરવામાં આવે છે. આજની પેઢીના દિલમાં દેશપ્રેમ વહેતો રહે અને આ ખેલનું આયોજન દરેક માટે યાદગાર બની રહે એ માટે પ્રજાસતાક દિવસ પસંદ કરવામાં આવ્યો.આ વધુમાં તેને કહ્યું હતું કે આ કાર્યક્રમની સફળતામાં વીપીએમ સ્પોર્ટ્સ ક્લબના અધ્યક્ષ અનિલ ગાયકવાડનો અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો જેના માટે અમે એમના આભારી છીએ.જે બાળકોએ ભાગ લીધો હતો એમના વાલીઓએ સ્વાભિમાન ભારત સાથે વાત કરતા કહયું હતું કે કોચ વિનોદ પાલ /આશા પાલની ઉચ્ચ તાલીમ, અનુસાશન સાથે જ લોકડાઉનના સમયમાં પણ ઓન લાઈન માર્ગદર્શનને કારણે ફિટનેસ જળવાઈ રહી જેને કારણે ૧૦ કલાક સતત સ્કેટિંગ કરવાનું લક્ષ્યાંક આસાનીથી પાર પાડ્યું હતું.
