🪔'દીપ થી દીપ પ્રગટાવીએ🪔

◆ એવું કહેવાય છે. કે લંકા વિજયના એકવીસમાં દિવસે પ્રભુ શ્રીરામ જ્યારે અયોધ્યા આવ્યા ત્યારે એમનું સ્વાગત અયોધ્યાવાસીઓ એ દીપ પ્રગટાવીને કરેલું… અને એ પરંપરા અનાદિકાળથી ચાલતી આવી… \”આપસૌ વાચક મિત્રોનું જીવનમાં પણ આજ રીતે પ્રકાશમય નિવડો એવી મહેચ્છા\”…
મિત્રો દિવાળી એટલે રોશનીનો તહેવાર, ઝગમગતા \’દીવા\’ની રોશનીમાં બનાવેલી સુંદર રંગોળી, રંગબેરંગી ગુબારા (કંદિલ) ઝગમગ થતી કલરફુલ લાઇટિંગ (તોરણ), સુંદર રોશનીમાં ખીલી ઉઠેલ લોકલ બજાર.
એથીજ એને \’ફેસ્ટિવલ ઓફ લાઇટ\’ કહેવાય છે…
◆ અમને તો નાનપણથી વડીલો દ્વારા એક વાત શીખવામાં આવેલી \”તહેવારોમાં ઘરનું બારણું બંધ ના કરાય.\” નવા વર્ષના દિવસે ઘરના સભ્યો વારા પ્રમાણે એકબીજાને ત્યાં જતા. બાળકો જઈ આવ્યા પછી માતા-પિતા જાય જેથી કરીને ઘરના દરવાજા બંધ ન રહે… આજકાલ તો લોકો દિવાળીના દિવસે પોતાના પરિવાર સાથે ઘરથી દૂર એકાંતમાં પીકનીક મનાવતા હોય છે…
◆ અમે નાના હતા ત્યારે આપસમાં રંગોળીની સ્પર્ધા કરતા કોણે કેટલા ટીપકાની રંગોળી બનાવી? આજે મોટા ભાગના લોકો બજાર માંથી પ્લાસ્ટિકના સ્ટીકર લાવીને ચોંટાડતા હોય છે…
મીઠાઈનું પણ એવુંજ છે. ઘરમાં ઘૂઘરા બનતા હોય તો અમે પણ બનાવવા મદદ કરતા તેમજ બેસનના લાડુને વળવા માટે પણ મદદ કરતા જયારે આજે તો ઘણું કરીને દરેક વસ્તુ રેડીમેડ લાવવામાં આવે છે…
વહેલી સવારે મિત્રો સાથે મળીને ફટાકડા ફોડતા…
◆ બેસતા વર્ષે મમ્મી ઘરના ઉંબરે મીઠું (નમક/ સબરસ) મુકતા. આજે ઘણી પરંપરા ભુલાઈ ગઈ છે.
આપણાં દેશમાં તહેવારોમાં ખરીદી કરવાની પરંપરા છે. તહેવારોમાં ખરીદીને કારણે દેશના અર્થતંત્રને સારો એવો વેગ મળે છે!!…
એક અંદાજ પ્રમાણે આ દિવાળીમાં લગભગ 70/80 હજાર કરોડના વેપારની શકયતા છે…
જે ઘણાં દેશોની GDP કરતા વધુ છે. ફક્ત \”ધનતેરસના દિવસે માર્કેટમાં લગભગ 54 હજાર કરોડનો વેપાર થયો… જેમાં 30 હજાર કરોડના તો સોનાના દાગીનાંનું વેચાણ થયું… એવું અનુમાન છે. લક્ષ્મીપૂજન તો હજી બાકી છે…\”
◆ કોરોના કાળ પછીની આ દિવાળીમાં લોકોમાં બેવડો ઉમંગ જોવા મળી રહ્યો છે… દેશ માટે શુભ સંકેત છે… લોકોની ખરીદ શક્તિ વધવાને કારણે નાના વેપારીઓ પણ સારો એવો વકરો કરી રહ્યા છે… જેની અસર દેશના કરોડો પરિવારને થશે… તહેવારોને લીધે ફક્ત વેપારીઓને ફાયદો નથી થતો, દેશનું અર્થતંત્ર મજબૂત બને છે!!
◆ દિવાળીના તહેવારોની આ બધી રોનક આપણી પરંપરાઓને લીધે છે… જેથી કરીને આપણે પરંપરાને જીવિત રાખવી જરૂરી છે… આમપણ આપણે ત્યાં દરેક પરંપરાનું અનોખું મહત્વ છે.
આપણી આસપાસ એવા ઘણાં લોકો હશે, જેઓ અનેક કારણોથી દિવાળી જેવા પર્વ મનાવી શકવામાં અસમર્થ હશે… એમના ઘરે દીવાનું ઉજાશ પાથરીને એમના જીવનમાં મીઠાશ ભરીયે…
_\”આવો આપણી પરંપરાને જીવિત રાખવા \’દીપ થી દીપ પ્રગટાવીયે\’…\”
આપસૌ મિત્રોને દિવાળી, નવુવર્ષ તેમજ ભાઈ બીજની ખુબખુબ શુભેચ્છાઓ…
◆ C. D. Solanki
◆ Mob. 8108641599