૩૯ મી ભૂમિકા પહેલી વાર વાંચીએ ત્યારે થોડું અટપટું પણ લાગે અથવા એકદમ સરળ લાગે.
આજે વાત કરીશું દર્શન મહાજન લિખિત/ દિગ્દર્શિત અને નમ્રતા પાઠક દર્શન મહાજન અભિનીત એક અલગ વિષય ના નાટકની જેનું નામ છે ૩૯મી ભૂમિકા જેમાં લાગણી, હાસ્ય સહ જીવનમાં બનતી રોજબરોજની ઘટનાને સુંદર રીતે વણી લેવામાં આવી છે. નાટકો તો અસંખ્ય બને છે પણ જેની વિશેષ નોંધ લેવાય એવા નાટકમાં ૩૯મી ભૂમિકાનો સમાવેશ ચોક્કસ થાય.
આ નાટકની મુખ્ય વિશેષતા એટલે સંપૂર્ણ નાટકમાં બે મુખ્ય પાત્ર અને તે પાત્રો ને અદભુત ન્યાય આપનાર અભિનેત્રી નમ્રતા પાઠક અને અભિનેતા દર્શન મહાજન
દર્શન મહાજન એટલે જેમણે આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્ત એક જ સમયે ૩૬ જિલ્લામાં ૭૫ કોલેજમાં એક જ નાટક રજૂ થયું હતું જે વિશ્વ વિક્રમ છે. તેમના આ કાર્યને બિરદાવતા જે તે સમયના મુખ્યમંત્રી તરફથી શુભેચ્છા પત્ર પણ પાઠવવામાં આવ્યો છે. યુગપુરુષ નાટકમાં ગાંધીજીની ભૂમિકા ભજવી હતી તે સાથે થોડા સમય પહેલા મિલેટ નામનું નાટક બનાવ્યું જેની UN મા નોંધ લેવાઈ હતી
નમ્રતા પાઠક જેમણે અનેક નાટકમાં પોતાના અભિનયના અજવાળા પાથર્યા છે. ૩૯મી ભૂમિકામાં પણ પોતાની અમીટ છાપ છોડી છે.
૩૯મી ભૂમિકા નાટકના કલાકાર દર્શન મહાજન , નમ્રતા પાઠક, નિર્માતા દક્ષા સોલંકી, નિલેશ ઠક્કર, ભાવેશ. ઠક્કર ટીના મહાજન, સહિત સમગ્ર ટીમને અભિનંદન. સહ હાર્દિક શુભેચ્છા