આઠ વર્ષથી ફરાર હત્યાના આરોપીને દહિસર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

આઠ વર્ષથી ફરાર હત્યાના આરોપીને દહિસર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો

મુંબઈ : કાંદિવલી પૂર્વમાં હનુમાન નગર વિસ્તારમાં ૧૨/૧૨/૧૯૯૯ના રોજ નરેશ પરમાર નામના વ્યક્તિની તલવાર, કોયતા અને લોખંડના સળીયાથી માર મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા અશ્વિન બંશી સપકાલે કરી હોવાનું સાબિત થતા તેની ધરપકડ કરવામાં આવી જેમાં કોર્ટે તેને જનમટીપની સજા ફરમાવી હતી. નાસિક જેલમાં સજા કાપી રહેલ અશ્વિનને ૨૦૧૨ની સાલમાં ૩૦ દિવસની રજા મંજુર થતા તે બહાર આવ્યો હતો. તા. ૨૫/૦૭/૨૦૧૨ ના રોજ જેલમાં હાજર ના થતા તા. ૧૦/૧૦/૨૦૧૩ના કાંદિવલી સમતા નગર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.ક્ર. ૪૭૧/૨૦૧૩ કલમ ૨૨૪ ભા.દ.સ.હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો.
દહિસર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને ચોક્કસ માહિતી મળી હતી કે ફરાર આરોપી અશ્વિન સપકાલ કાંદિવલી સહીત મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વેશ બદલાવીને રહે છે. આધુનિક યંત્રણાનો ઉપયોગ કરી કાંદિવલી લોખંડવાલા વિસ્તારમાં જાળ બિછાવી છેલ્લા આઠ વર્ષથી ફરાર અશ્વિન સપકાલને ઝડપી લેવામાં આવ્યો હતો. આગળની તપાસ માટે સમતા નગર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ કાર્યવાહી પોલીસ સહ આયુક્ત (ક્રાઇમ) મિલિંદ ભારંબે, અપર. પો. આયુક્ત (ક્રાઇમ) એસ. વિરેશ પ્રભુ, પોલીસ ઉપ. આયુક્ત (પ્ર-૧) અકબર પઠાણ, સહા પોલીસ આયુક્ત (ડી-ઉત્તર) સિધાર્થ શિંદેના માર્ગદર્શનમાં પોલીસ નિરીક્ષક વિલાસ ભોંસલે, સચિન ગવસ, સપોની. બાળાસાહેબ કાનવડે, પો.હ. દિનેશ રાણે, અશોક ખોત, મંગેશ તાવડે, રાજેશ સાવંત, સંતોષ બને, પોના અમોલ રાણે, મહિલા પોના સ્વપ્નાલી મોરેએ સફળતાપૂર્વક પાર પાડી હતી

\"\"
ad
\"\"
ad