૨૫ જૂન ૧૯૭૫માં કટોકટી જાહેર કરવામાં આવી હતી જેને કાળા દિવસ તરીકે ઓળખવામા આવે છે
જીતેન્દ્ર દવે દ્વારા
જૂનાગઢ : દેશની રાજનીતિમાં 25 જુન ૧૯૭૫ને કાળા દિવસ તરીકે ઓળખવામા આવે છે. તત્કાલીન વડાપ્રધાન સ્વ ઇન્દિરા ગાંધીએ આ દિવસે દેશમાં \’કટોકટી જાહેર કરી હતી, આ કટોકટી અંતર્ગત \’મીસા\’ નામના કાયદા અન્વયે જેલવાસ ભોગવેલ વડીલોના સન્માનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા રાખવામા આવેલ .આ કાર્યક્રમ અંતર્ગત જૂનાગઢમાથી તે સમયે ૧૧ લોકોની ધરપકડ થયેલ તે પૈકી આજ હયાત 6 વડીલોમાંથી હેમાબેન આચાર્ય મહેન્દ્રભાઇ મશરૂ, માર્કંડભાઇ ભટ્ટ, લાલવાણીજી, નાથાભાઈ મોરીનુ સન્માન કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મહાનગર પ્રમુખ પુનિતભાઇ શર્મા, મહામંત્રી સંજયભાઈ મણવર, શૈલેષભાઈ દવે, મેયર ધીરુભાઈ ગોહિલ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, શાસક પક્ષના નેતા નટુભાઇ પટોળીયા, પ્રદેશ અગ્રણી પ્રદિપભાઇ ખીમાણી, નિર્ભયભાઇ પુરોહિત, ભરતભાઈ બાલસ, યુવા મોરચાના પ્રમુખ મનન અભાણી, રેનીશ ભટ્ટી સહીત હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા