વિષય- ચિત્ર પરથી
વિભાગ- ગદ્ય
શીર્ષક – માતૃભાષા v/s મારી ભાષા
હું પ્રવાહ માં તણાઈ નથી લખતો, ઉભો રહું છું,
એટલે હું ગુલાબ નથી બની શકતો, થોર જો છું
મનીષ વોરા
મારી ભાષા v/s માતૃભાષા
21 ફેબ્રઆરી એટલે માતૃભાષા દિન, ખૂબ સારા ને ઉમદા રચનાઓ લોકો દ્વારા મુકવામાં આવી, વાંચી તો થયું કે હું પણ કંઈ લખું આં વિષય પર, એટલે એની પર વિચાર કરતા હું માતૃભાષા વિષય ને બદલે કોઈ અલગ દિશા પર ચડી ગયો. માતૃભાષા વિશે જરા જાણકારી મેળવવા જતા મળેલ જાણકારી મને દ્વિધામાં મૂક્યો, મળેલ માહિતી મુજબ ગુજરાતની ભાષા તો મારવાડી હતી, આતો મારવાડના રાજા થકી ગુજરાત માં રાજાનું ગુજરાતની પોતાની ભાષા ન હોવાનું મહેણું મારતા આવેશમાં જૈન મુનિ હેમચંદ્ર આચાર્ય ને એમાં 300 સાધુની મદદથી ગુજરાતી ભાષાની દેવનાગરી ને સંસ્કૃત ભાષામાંથી ઉત્પત્તિ કરાવવામાં આવી હતી. તો મારી માતૃભાષા કઇ? મારવાડી કે ગુજરાતી? ગુજરાતમાં રચાયેલી ભાષા ગુજરાતી હોવાથી છેલ્લે એને માતૃભાષામાં સ્વીકાર કર્યો. લખવું હતું માતૃભાષા વિષે એટલે ફરી જુદી જુદી રચના વાંચીને વધુ મારી ગુચવણ ઊભી થઈ. ગુચવણ એટલા માટે ઊભી થઈ કે જે હું વ્યવહાર માં જે ભાષાનો ઉપયોગ કરું છું એને માતૃભાષા તરીકે માન્ય ન ગણાય, કેમ કે એમાં વાપરતા કેટલાક શબ્દો ગુજરાતી નથી માટે, પાછો હું ગુચવાયો કેમ કે સિદ્ધાંતથી નિહાળું તો ગુજરાતી ભાષા નો જન્મ પદ્ય સ્વરૂપમાં થયો હતો તો ગદ્ય ને માન્યતા કેમ ની? જો સમય ની સાથે ભાષામાં પણ બદલાવ થકી ગદ્ય ને માન્યતા મળી શકે તો મારી ભાષા ને કેમ નહિ? હેમચંદ્રાચાર્યે નવા વ્યાકરણ રૂપ ગુજરાતી ભાષાને નવો ઓપ આપ્યો. શુદ્ધ ભાષા ગદ્ય રૂપે આવી. ચરણ , પદ અને શ્લોકને બદલે ગદ્યનું મહત્વ વધતું ગયું. આજે દુનિયા એક સીમિત ક્ષેત્ર પૂરતી સીમિત ન રહી એ ગ્લોબલ બની હોય ત્યારે સંવાદમાં આપણી ભાષામાં કેટલાક બીજી ભાષાનાં શબ્દોનો વપરાશ કરવો જરૂરી છે, તેવી પરિસ્થિતિમાં મારી ભાષા જ મારી માતૃભાષા છે.તેમાં જેમ જેમ વિશ્વ નાનું થતું ગયું તેમ તેમ વિશ્વની ભાષાઓનો પરિચય વધ્યો. આપણે સંસ્કૃત પછી દેવનાગરી પછી શુદ્ધ અશુદ્ધ થતાં અપભ્રંશતા વધતી ગઈ ને બીજી ભાષાનો સ્વીકાર વધતો ગયો. તેથી આજે બધી જ ભાષાઓનું ભેગું બોલવું વધતું ગયું.
અફસોસ હું મારી માતૃભાષા પર ગર્વ કરી શકું છું, પણ ઉપયોગ નથી કરી શકતો.
✍ મનીષ વોરા \” અભિવ્યક્તિ\”
વિષય: જે ગમે તે
વિભાગ: ગદ્ય
પ્રકાર: લેખ ( આત્મમંથનની સત્ય વાત)
શીર્ષક: સાહિત્ય જીવન
હું કિરણ શર્મા. પૂરા ૫૪ વર્ષથી ભાગતી જિંદગીની સાથે સાથે જવાબદારીનું પોટલું લઈ ભાગતી રહી, ધીરે ધીરેએ જવાબદારીમાંથી હવે મુક્ત થઈ,વિચાર આવ્યો,બધાનું કાર્ય કર્યું, તમામ ફરજો નિભાવી, જવાબદારી પૂરી કરી, હવે હું મારા માટે જીવું ? મનમાં અગણિત વાતો,વિચારો છે, એને થોડી વાચા આપું? માળાનાં પંખી મોટા થઈને ઉડવાં લાગ્યાંને નોકરીની જવાબદારીમાંથી પણ નિવૃત્તિ મળી. એક સાથે જીવનમાં બધાં કાર્યમાં, લોકડાઉન આવી ગયુંને,સમય જ સમય રહ્યો. હા ! થોડા દિવસ જિંદગીભરનો થાક ઉતારતી હોવ તેમ લાગ્યું, પછી એકલી મુંઝાવાં લાગી, હાથમાં કલમ આવીને મનનાં વિચારોને,મુક્ત ગગન મળી ગયું.મારા સાહિત્યનાં સમૂહમંડળો,લેખનનાં શોખને પોષવાં લાગ્યાં. સાચે માતૃભાષામાં લખવું,વિચારવું, રજુ કરવું, તેથી મને અંદરથી નવી જિંદગી મળી, સામાજિક, કૌટુંબિક, જવાબદારીઓ છે, પણ મારા શોખને પૂરો કરવાં, વિચારોને નવો વળાંક આપવાં, સમય કાઢી તાજગી અનુભવી રહી છું.
કલમથી મનપસંદ લખાણ લખવું એવું કહ્યું તો થયું , અંગત મનોભાવને વર્ણવું તો સારું ને ! રોજ નક્કી કરેલાં વિષયો પર વિચારતીને લખતી, તેને સાહિત્યનાં વિવિધ પ્રકારોમાં ઢાળતી, આજે જાતને શું ગમે છે? હવે કેવું લાગે છે ? પ્રશ્ન કર્યો, આત્મમંથન કર્યુ તો લાગ્યું, નવી ઊર્જા મેળવી રહી છું, જીવનની હતાશામાંથી બહાર નીકળી છું, મને મારા વિચારો, કલમથી લખેલાં શબ્દો વાંચવા ગમે છે,સાહિત્ય જીવનથી જાણે મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, વર્ષોથી શિક્ષણ સાથે જોડાયેલી હતી, આજે જાતે શિક્ષણ મેળવી રહી છું,એવો અનુભવ થવાં લાગ્યો છે.સાચે જ, આ પુસ્તકો, લેખો, રચનાંઓ થકી મનનાં તમામ પ્રશ્નોનું નિરાકરણ મેળવું છું, મારું શરીર જે દવાઓનું ઘર હતું ,તે પણ હવે ઓછી થવા લાગી, અને નવો આનંદ થવા લાગ્યો.
મને મારું આ સાહિત્ય જીવન સહુથી વધું ગમવાં લાગ્યું, જેમાં હું છું,મારાં વિચારો અને શબ્દો સહસંગાથી છે.
કિરણબેન બી શર્મા \”પ્રકાશ\”
વડોદરા.
વિષય :- કલમ ને કાગળ
પ્રકાર :- ગદ્ય – લેખ
શીર્ષક :- ઉપાડ કલમને લખ.
મનુષ્ય એ સામાજિક પ્રાણી છે .પોતાની આસપાસની ઘટનાને તે રોજ બરોજ નિહાળે છે. જુએ છે જાણે છે છતાં અભિવ્યક્ત કરતો નથી .વિચારે છે આપણે શું? એતો સમાચાર વાળા પત્રકાર જાણે? વાત સાચી છે.પણ પોતે અનુભવેલા અનુભવો,લાગણીઓ,પ્રશ્નો ,સમસ્યા,ખુશી અને દુઃખના અનુભવો જયા સુધી લખતા નથી કે વાચતાં નથી ત્યાં સુધી બીજાના મન સુધી પહોંચી શકાતું નથી.અથવા તેની લાગણીઓને કે ભાવનાઓને સમજી શકતા નથી.
રોજ સમાચાર પત્ર હાથમાં લેતાં એવા ઘણા સમાચારો આપણે વાંચીએ છીએ જે હદયને કંપાવી દે છે.ઘણીવાર અનેક પ્રશ્નો આપની સામે હોવા છતાં આપણે મૂંગા મોઢે સહન કરી રહ્યા છે.પણ એ પ્રશ્ન ને વાચા ક્યારે મળશે? જ્યારે આપણે કલમને કાગળ ઉપાડી લખીશું ત્યારે મળશે. ઘણીવાર આપણને લખવાનું મન થાય છે.પણ લેખન સારું અથવા હદયસ્પર્શી ન હોય તો લોકો મારી મજાક ઉડાડશે.વળી કવિ કે લેખક કહી મેણાં ટોનાં મારશે તો? આવા વિચારે આપણે લખવાનું તાળીયે છીએ.પણ તે શું યોગ્ય છે? વાત એક જ છે પણ તેને વ્યક્ત કરનારની લાગણીને ,ભાવને આપણે સમજીએ છીએ? ના, લખ્યું તે વાંચ્યું.બસ .આજ કારણે લોકો લખવાનું ટાળે છે.પરંતુ એક જાગૃત વ્યક્તિ તરીકે. ભાષાના સૌરક્ષણ અને સંવર્ધન માટે વળી લોકોને જાગૃત કરવા માટે મારે જ લખવું પડશે.
ગુજરાતી સાહિત્ય વારસાને તપાસો. કેટલાય કવિઓ અને લેખકો અભણ હોવા છતાં તેમનું સાહિત્ય આજે સમાજને નવી દિશા અને માર્ગ ચિંધનારું છે.ગુજરાતી સાહિત્ય વૈભવ વારસો ધરાવે છે. મીરાઈબાઈ,અખો હોય કે નરસિંહ મહેતા આજે પણ એટલાજ લોક પ્રિય છે. માટે હદયની ઉર્મિઓ,લાગણીઓ,ભાવનાને વાચા આપવા માટે ઉપાડો કલમને લખવા માંડો.
અતુલ ડામોર \” ધૈર્ય\”
કલમના કસબી સંચાલક: જીજ્ઞા કપુરિયા “નિયતી” એડમિન પેનલ