કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચ-૧૧એ હત્યાના આરોપીઓને ચોવીસ કલાકમાં ઝડપી લીધા

કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચ-૧૧એ હત્યાના આરોપીઓને ચોવીસ કલાકમાં ઝડપી લીધા
હત્યામાં ઉપયોગ કરવામાં આવેલ પિસ્તોલ અને એક્ટિવા સ્કૂટર જપ્ત કર્યા

\"\"

મુંબઈ : કાંદિવલીમાં લિંક રોડ કલ્પવૃક્ષ બિલ્ડીંગની સામે ગોળીબારની ઘટના બની હતી જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જયારે ૩ લોકો ગંભીરરૂપે ઘાયલ થયા હતા.
કાંદિવલી પોલીસ સ્ટેશનની હદમાં બનેલ ઘટનાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચ – ૧૧ ના પ્રભારી પોલીસ નિરીક્ષક વિનાયક ચવ્હાણએ અધિકારીઓ સાથે ઘટના સ્થળની મુલાકાત ત્યારે જાણવા મળ્યું કે સોનુ પાસવાન અને સુરજ ગુપ્તાએ ફરિયાદીને ગાળાગાળી કરી ધમકી આપી હતી જે વાતને લઈને ફરિયાદી અને તેના જોડીદારોએ તેને આંતર્યો તે સમયે બોલાચાલી થતા સોનુ પાસવાને પોતાની પાસે રહેલ પિસ્તોલમાંથી અંધાધુન ફાયરિંગ કરતા એક વ્યક્તિને છાતીના ભાગમાં ગોળી વાગતા તેનું મૃત્યુ થયું હતું જયારે બીજી ૩ વ્યક્તિને અલગ અલગ ભાગમાં ગોળી વાગતા ગંભીરરૂપે ઘાયલ થયા હતા. આ કેસમાં આરોપીના પરિવાર અને સબંધીઓને પૂછપરછ કરતા આરોપીઓ ગુજરાતના બીલીમોરામાં રહેતી તેની બહેનનના ઘરે જઈ શકે એવી શક્યતાને ધ્યાનમાં રાખી પો.ની. પાટીલ, પો.ની. ધોણે અને સ.પો.ની પાટીલ ટીમ સાથે બીલીમોરા પહોંચ્યા હતા. જ્યાં તપાસ કરતા નિરાશા હાથ લાગી તે સમયે બીલીમોરા રેલવે સ્ટેશન પર ૨ વ્યક્તિ શંકાસ્પદ હાલતમાં નજરે પડયા અને આરોપીઓનું જે વર્ણન કરવામાં આવ્યું હતું તેને મળતા આવતા હતા જેને લઇ બંનેને તાબામાં લઇ પૂછપરછ કરતા તેમને ગુન્હો કબુલી લીધો હતો. આરોપીઓની ધરપકડ કરી ગુન્હામાં ઉપયોગ કરવામાં આવેલી પિસ્તોલ અને એક્ટિવા સ્કૂટર જપ્ત કરવામાં આવ્યા.
આ કાર્યવાહી કાંદિવલી ક્રાઇમ બ્રાન્ચ – 11 ના પ્રભારી પો.ની.વિનાયક ચવ્હાણના મરદર્શનમાં પો.નો. માનસિંગ પાટીલ, પો.ની. ભરત ઘાણે, પો.ની. ગવસ, સહ પો.ની.પૂનમ યાદવ સપોની વિશાલ પાટીલ,પોઉપની કાનગુડે, અમલદાર દિપક કામ્બલી, સુધીર તરટે, ગિરીશ સૂર્વે, જયેશ કેણી, વિક્રાંત ખાંડેકર, અજય કદમ, વિજય દેશમુખ, મહાદેવ નાવગે, સચિન ખતાતે, સત્યનારાયણ ગાયકવાડ, ચંદ્રકાન્ત ગવસ, પ્રવીણ સાવંત, મહેશ રાવરાણે, રામચંદ્ર શિંદે, સોનાલી લાડે, જયશ્રી ગોસાવી, રૂકસાના શેખ, પ્રશાંત ઢગે અને ઉપેન્દ્ર મોરેએ પાર પાડી હતી

visit : swabhiman bharat
www.swabhimanbharat.com