કેતન રાવલે મુંબઈ પોલીસકર્મીઓની સગવડ માટે આપી વેનિટી વેન
ભરત કે. સતીકુંવર
મુંબઈ : છેલ્લા એક વરસથી વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ડોક્ટરઓ અને તેમનો સ્ટાફ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા વિભાગ સહીત લોકો પોતાની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે સખત ગરમીમાં પોલીસકર્મીઓ રસ્તા પર ફરજ નિભાવતા હતા જેમાં મહિલા પોલીસકર્મીઓ પણ હતા. જેમને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.પણ કહેવાય છે ને કે તમે જયારે સારું કાર્ય કરતા હો ત્યારે કોઈ એક વ્યક્તિ તમારી સમસ્યાનું નિવારણ કરવા માટે ઉપસ્થિત થાય છે..એવી રીતે પોલીસકર્મીઓ માટે સારામાં સારી સગવડ ઉભી કરી ગુજરાત-ઉનાના અને છેલ્લા કેટલાય વર્ષોથી મુંબઈમાં સંઘર્ષ કરી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર કેતન રાવલે
પોલીસ વિભાગને લોકડાઉનના સમયમાં વેનિટી વેન આપવાનો વિચાર ક્યાંથી આવ્યો એ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે પોલીસ વિભાગે મને પૂછ્યું કે લોકડાઉનમાં રસ્તા અને મુખ્યત્વે હાઇવે પર પોલીસકર્મી ફરજ નિભાવતા હોઈ ત્યારે તેમની સુવિધા માટે મંડપ બનાવી શકાય ત્યારે મેં પ્રસ્તાવ મુક્યો કે મહિલા પોલીસને વધુ તકલીફ ઉભી થતી હશે તો આપણે પોઇન્ટ પર વેનિટી વેન મુકીએ જેથી એમને સરસ સુવિધા મળશે. અને એ પ્રસ્તાવને મંજૂરી મળી અને ગત લોકડાઉનમાં વેનિટી વેન આપી હતી. જયારે હાલ પણ અમુક પોઇન્ટ પર મોકલાવી છે અને બીજી ૨૪ વેન તૈયાર રાખવામાં આવી છે જે પ્રમાણે જ્યાં પોલીસ વિભાગને જરૂર પડશે ત્યાં પહોંચાડવામાં આવશે. વેનિટી વેનમાં ૩ અલગ અલગ કેબીન છે એ.સી.સાથે બધી સુવિધાઓ છે. કર્મભૂમિ મુંબઈ પ્રત્યે આપણી પણ ફરજ છે અને ૨૪ કલાક ૩૬૫ દિવસ આપણા માટે ખાડે પગે ફરજ નિભાવતા પોલીસ વિભાગ પ્રત્યે આપણી પણ ફરજ છે. અને આજે હું એ જ નિભાવી રહ્યો છું. અને કોરોના મહામારીમાં જીવન જોખમે પોતાની ફરજ સુપેરે નિભાવતા દરેકને સલામ અને ઈશ્વરને એજ પ્રાર્થના કે સમગ્ર વિશ્વ કોરોના જીવાણુથી મુક્ત બને અને લોકો સ્વસ્થ અને સુરક્ષીત રહે.
આપ સહુ વાચક મિત્રોને સ્વાભિમાન ભારતના માધ્યમથી એક નમ્ર વિનંતી કે સરકારી નિયમો અને નિર્દેશોનું પાલન કરો, માસ્ક પહેરો, સુરક્ષીત અંતર રાખો (કોરોનથી) , વારંવાર સાબુથી અથવા સેનેટાઈઝરથી હાથ સાફ કરો. સ્વસ્થ રહો સુરક્ષિત રહો.