ચકચારી ડબલ મર્ડરનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેતી નિલમબાગ પોલીસ ભાવનગર
જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર : રેન્જ. ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા મદદનીશ પોલીસ અધિક્ષક સફિન હસનએ નિલમબાગ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. વી.એ.દેસાઈ પો.સ્ટે. વિસ્તારોમાં રથયાત્રા અનુંસાંધાને પેટ્રોલીંગ કરવા તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો વ્યવસ્થા જાળવવા માટે કડક સુચનાઓ આપેલ હતી. જે અનુસંધાને ભાવનગર નિલમબાગ પો.સ્ટેના ડી-સ્ટાફનાં માણસો ઉપરોક્ત સુચના અનુસંધાને પો.ઇન્સ. વી.એ.દેસાઈ સાથે ફૂટ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ માનદીપસિંહ ઉપેન્દ્રસિંહને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર તખ્તેશ્વર જનકલ્યાણ ફ્લેટ બ્લોક નં-૮ ના મકાનમા માનવ લાશ પડેલ છે. જે ચોક્કસ બાતમી હકીકતની જાણ પો.ઇન્સ.વી.એ.દેસાઈ સાહેબ ને કરતા બે અલગ અલગ ટીમ બનાવી પ્રથમ આરોપી ઘર માલીક ને શોધી તેને સાથે રાખી તેનાં રહેણાકી મકાને લઇ જઇ ઘર ખોલાવી ઘરમાં તપાસ કરતા ઉપરોક્ત ફ્લેટના બેડ-રૂમમા એક શેટી પાસે ગોદડામા વીંટેલ દોરી વડે બાંધેલ માનવ લાશ મળી આવતા જેની જાણ ઉપરી અધિકારીને કરતા નીચેની વિગતો મુજબ ગુન્હા નો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ હતી.
બનાવની ટૂંક વિગત
આ કામના આરોપીની સઘન પૂછપરછ કરતા આરોપી હેમલ ભૂપેન્દ્રભાઇ શાહને મરણ જનાર અંકિતાબેન પ્રકાશભાઇ જોશી સાથે આડ સંબંધ હોય જેથી તેં અવાર નવાર આવતા જતા હોય અને ગઇ તા-૦૭/૦૭/૨૦૨૧ ના રોજ પણ તેના પુત્ર શિવમ જોશી ઉ.વ.૧૩ સાથે ઉપરોક્ત ફ્લેટે બોલાવવાથી આવેલ હતાં. પરંતું રાત્રીના બન્ને વચ્ચે પૈસા બાબતે રકઝક થતા આરોપી હેમલ શાહે મરણ જનાર અંકિતાબેન જોશીને ઘાતક હથિયાર છરી તથા અન્ય વસ્તુથી મારી તેણીનું મોત નીપજાવેલ ત્યાર બાદ આગળ ના રૂમમા સુંતેલ અંકિતાબેન નાં પુત્ર શિવમ ને પકડીને બેડ રૂમ મા લાવી હત્યા કરી શિવમને કાપડમા વીંટી પોતાની ફોર વ્હીલ કારમા નાખી વરતેજ પો.સ્ટે.ના હદ વિસ્તારમા આવેલ વૃક્ષમંદીરથી આગળ સાંકળા નાળા પાસે ફેંકી આવેલાનુ અને બીજી લાશ પણ ફેંકવાની પેવરમા હોવાની કબૂલાત આપતો હોય જે અંગે ખરાઈ કરતા વરતેજ પો.સ્ટે.મા ફ.ગુ.ર.નં. ૭૦૬/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૦૨, જી. પી.એક્ટ.કલમ ૧૩૫ મુજબ નો ગુન્હો નોંધાયેલ હતો જેથી આરોપીને કબ્જે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી..
પકડાયેલ આરોપી. હેમલભાઇ ભૂપેન્દ્રભાઇ શાહ
ઉ.વ.૪૪ રહે.તખ્તેશ્વર જનકલ્યાણ ફ્લેટ બ્લોક નં-૮ ભાવનગર.
ડીટેકટ ગુન્હાઓ
૧- નીલમબાગ પો.સ્ટે.ફ.ગુ.ર.નં. ૭૯૧/૨૦૨૧ ઇ.પી.કો. કલમ. ૩૦૨, જી. પી.એક્ટ કલમ ૧૩૫
૨- વરતેજ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૭૦૬/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૦૨, જી. પી.એક્ટ.કલમ ૧૩૫
આ સમગ્ર કામગીરીમાં નિલમબાગ પો.સ્ટેના પોલીસ ઇન્સ. શ્રી.વી.એ.દેસાઈ સાહેબ તથા ડી-સ્ટાફનાં એ.અસ.આઈ. એસ.પી.શાહી તથા પો.હેડ.કોન્સ એ.એ.ગોહિલ તથા પો.કોન્સ માનદીપસિંહ ઉપેન્દ્રસિંહ, તથા પો.કોન્સ જે.પી.ગોહિલ તથા પો.કોન્સ અર્જુનસિંહ ગોગુભા ગોહિલ તથા પો.કોન્સ ધર્મેંદ્રસિંહ વીરદેવસિંહ તથા પો.કોન્સ બળદેવભાઇ રતનસંગભાઇ તથા ગૌરાંગ ભાઇ પંડ્યા તથા રાઇટર એ.એસ.આઈ. એન.એચ.ગોહિલ તથા પો.કોન્સ.મયૂરસિંહ ગોહિલ વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.