ચેઇન સ્નેચિંગ કરનાર બે આરોપીની પોલીસે પાંચ કલાકમાં ધરપકડ કરી

મુંબઈ : આપણે અવાર નવાર સાંભળીએ છે કે ઉંમર લાયક વ્યક્તિ અને વિશેષ મહિલાઓના ગળામાંથી બાઈક સવાર આરોપી ચેઇન ખેચી ફરાર થયા.
મુંબઈ પોલીસની સતર્કતા સામે આરોપીઓ નબળા પુરવાર થાય છે. આવીજ એક ઘટના કાંદિવલીના ઠાકુર વિલેજમાં રહેતી નિરંજના અનિલ સરાવગી સાથે બની સવારના લગભગ ૬.૧૫ની આસપાસ નિરંજના ઠાકુર વિલેજમા આવેલ તેના ઘરેથી યોગ ક્લાસમાં જઈ રહ્યા હતા તે સમયે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઉદ્યાન પાસે પાછળથી મોટસાયકલ પર બે ઈસમો આવ્યા અને પાછળ બેસેલ ઈસમ બાઈક પરથી ઉતરીને જબરજસ્તી કરી નિરંજનાના ગળામાંથી ચેઇન ખેચી ફરાર થયા હતા.
આ વિશેની ફરિયાદ સમતા નગર પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે ગુ.ર. ક્ર. ૭૪૩/૨૦૨૩, કલમ ૩૯૨, ૩૪ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસ વિભાગની એક ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈ આસપાસમાં રહેલ ૭૨ જેટલા સીસીટીવી કેમેરા અને બાતમીદાર પાસેથી માહિતી મેળવી કે ગુન્હામાં સંડોવાયેલ આરોપી ક્રાંતી નગર, કુરાર વિલેજ,મલાડ પૂર્વમાં રહે છે. જેના આધારે પોલીસે ત્યાં જઈ તપાસ કરતા સૌરભ વીરેન્દ્ર મોર્યા, (ઉ.૨૩), રોહિત ચંદન સરોજ (ઉ.૨૩)ની ધરપકડ કરી ઝડતી લેવામાં આવતા આરોપીઓ પાસેથી લગભગ ૧૭ ગ્રામની એક સોનાની તૂટેલી ચેઇન જેની કિંમત અંદાજે ૮૫,૦૦૦ અને ગુન્હામાં ઉપયોગ કરાયેલ મોટસાયકલ જપ્ત કરવામાં આવી હતી. પોલીસએ પૂછપરછ કરતાં જાણકારી મળી હતી કે આ જ પ્રકારે થોડા સમય પહેલા કાંદિવલી લોખંડવાલા કોમ્પલેકસમાં એક મહિલાની સોનાની ચેઇન ખેચી હતી. ફક્ત પાંચ કલાકમાં પોલીસ ટીમે ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો.
આ કાર્યવાહી અપાર આયુ. રાજીવ જૈન, ડી.સી.પી. સ્મિતા પાટીલ, સહ.પોલીસ આયુ. નીતિન અલનુકરેના માર્ગદર્શનમાં વરિષ્ઠ પોલીસ નિરીક્ષક પ્રવીણ રાણેના નેતૃત્વમાં સહા.પો.ની. અમોલ ભગત, પો.હ. ઓસ્કાર કોલાસો, જીતેન્દ્ર નીજાઈ, પો.શી.સુમિત આહિવણે, રોહન ગાયકવાડ, અભિષેક પાટણે એ સફળતાપૂર્વક પાર પાડી હતી.