જાહેરમાં વરલી મટકાનો જુગાર રમી-રમાડતાં ઇસમને રોકડ સહિત રૂ.૧૪,૧૮૫/-નાં મુદામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર
અહેવાલ : અનિલ ગોહિલ
ભાવનગર : પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક,જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ વી.વી.ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફએ ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
આજરોજ એલ.સી.બી. સ્ટાફએ ભાવનગર શહેર વિસ્તારમાં ઉપરોકત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અક્ષર પાર્ક ચોકડી પાસે,નારી રોડ, કુંભારવાડા, ભાવનગર ખાતે આવતાં હેડ કોન્સ. વનરાજભાઇ ખુમાણ તથા પો.કો. જયદિપસિંહ ગોહિલને સંયુકત બાતમીરાહે હકિકત મળેલ કે,કિશન ઉર્ફે પેંડો જીવાભાઇ મકવાણા રહે.બહુચર માંનાં ચોક પાસે, રામદેવ નગર, કુંભાર વાડા, ભાવનગર વાળો તેનાં ઘર પાસે આવેલ બહુચરમાંનાં મંદિર પાસે જાહેરમા વરલી-મટકાના આંકડા લખી-લખાવી પૈસાની લેતી-દેતી કરી હાર-જીતનો જુગાર રમી રમાડે છે. આ ચોક્કસ બાતમી આધારે સ્ટાફનાં માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં કિશન ઉર્ફે પેંડો જીવાભાઇ મકવાણા ઉ.વ.૩૭ ધંધો-હિરા ઘસવાનો રહે.બહુચરમાંનાં ચોક પાસે,રામદેવનગર,કુંભારવાડા,ભાવનગરવાળો હાજર મળી આવેલ.તેની અંગજડતી કરતાં તેનાં હાથમાંથી ભુરા કલરની શાહીવાળી પેન કિ.રૂ.૫/- વરલી મટકાનાં આંકડાઓ લખેલ ચીઠ્ઠીઓ-૦૪ તથા કાળા કલરનાં લોઅર ટ્રેકનાં ખિસ્સામાંથી વરલી મટકાનાં આંકડાની હારજીતનાં વલણ ચુકવવા તથા વેપાર કરી મેળવેલ રૂ.૧૪,૧૮૦/- મળી કુલ રૂ.૧૪,૧૮૫/ નો મુદ્દામાલ મળી આવતાં કબ્જે કરી તેનાં વિરૂધ્ધ જુગાર ધારાની કલમ હેઠળ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.વી.વી.ઓડેદરાની સુચના અને માર્ગદર્શન અનુસાર પો.સબ. ઇન્સ એન.જી.જાડેજા, H.C. વનરાજભાઇ ખુમાણ, ભયપાલસિંહ ચુડાસમા, P.C. ચંદ્દસિંહ વાળા,જયદિપસિંહ ગોહિલ જોડાયા હતાં.