ઈ. સ.1878 માં ગણેશ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ દેશની આઝાદીની ચળવળ દરમિયાન 14 વર્ષ પછી લોકમાન્ય તીલકે સમાજમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે 1892 ગણેશ ઉત્સવ શરૂ કર્યો હતો. આઝાદીની ચળવળ માટે આ ઉત્સવનું ખૂબ જ યોગદાન રહ્યું હતું. ધીરે ધીરે ઘણા સાર્વજનિક મંડળો બન્યા બહુ સરસ રીતે ઉજવણી થવા લગીમ કે એક રીતે સારું હતું. યુવા પેઢીની ધર્મ પ્રત્યે આદર અને આસ્થા વધી રહી હોવાનું દેખાયું પણ કહેવાય છે ને કે અમુક કાર્યો કે સુખ ક્ષણિક હોય છે. ધીરે ધીરે ગણેશોત્સવનું રૂપ બદલાવવા લાગ્યું પહેલા ઢોલ તાશા સાથે ગણેશજીનું આગમન અને વિસર્જન થતું. ત્યારબાદ બદલાવ આવવા લાગ્યો આગમન પહેલાની તૈયારી સમયે મંડપમા જુગાર રમાવવા લાગ્યો, વિસર્જન સમયે દારૂનું સેવન થવા લાગ્યું. અશ્લીલ ગીતોની ધૂન પર બીભત્સ ડાન્સ અને અમુક તો માથા પર જાળીદાર ટોપી પહેરવા લાગ્યા.
હિન્દુ શાસ્ત્રો પ્રમાણે કોઈપણ સારા કામની શરૂઆતમાં ગણેશજીની પૂજા / સ્થાપના કરવામાં આવે છે. અને તેમના જ સહુથી મોટા ઉત્સવમાં પવિત્રતા ના જળવાઇ તો આવનારા સમયમાં ગણેશોત્સવનું નવું અને ધર્મ વિરુદ્ધનું ચિત્ર આપણી કે આપણી પછીની પેઢી સામે આવે તો નવાઈ નહી…..વ્યક્તિત્વ જાળવો તો અસ્તિત્વ જળવાશે….
આપણી ઓળખ આપણો ધર્મ…..
(બધા ગણેશ મંડળમાં આ રીતે થાય છે એવો કોઈ દાવો નથી પણ થાય છે એ પણ સત્ય છે)