દેશનો ચોથો સ્તંભ એટલે મીડિયા
રાજકોટમાં મીડિયાકર્મી પણ નથી સુરક્ષિત ?
રાજકોટ : મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે ત્યારે મીડિયાકર્મી પર હુમલો થાય તે બહુ શરમજનક કહેવાય. રાજકોટમાં સ્ટર્લીંગ હોસ્પીટલની પાછળ આવેલ હરસિદ્ધી ધામ સોસાયટીમાં મીડિયાકર્મી ધવલ ગોન્ડલીયા પર એક મહિલાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ વિષયમાં ધવલ ગોન્ડલીયાએ સ્વાભિમાન ભારતને ટેલીફોન પર માહિતી આપતા કહ્યું હતું કે હરસિદ્ધી ધામ સોસાયટીમાં રહેતી એક મહિલા ઘણા સમયથી સ્થાનિક રહેવાશીઓને પરેશાન કરતી હોવાથી તેના વિરુધ પોલીસ કમિશ્નરને અરજી કરવામાં આવી હતી તે વિષયની માહિતી માટે પત્રકાર સની મહેર અને હું ત્યાં ગયા તે સમયે સ્થાનિક લોકો પાસેથી માહિતી લઇ રહ્યા હતા ત્યારે અચાનક એક મહિલાએ મારી પર હુમલો કર્યો હતો અને મારો કેમેરો ખેચ્યો હતો. આ સંપૂર્ણ ઘટનાનો વિડીઓ પણ લેવામાં આવ્યો છે. યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં આ મહિલા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. આ બાબતે જે મહિલા પર હુમલો કરવાનો આરોપ છે તેનો સંપર્ક થી શક્યો નથી.
આ વિષયને પોલીસ કાર્યવાહી કરશે ? અને કરશે તો શું કરશે એ મોટો પ્રશ્ન છે.
ભારતના નાગરિકોની સુરક્ષા માટે પોલીસ વિભાગ અને ન્યાય માટે કોર્ટ છે. કોઈએ કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ