નારી તું દુર્ગા વિષયને લઈને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના વિવિધ એકમો દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અનુસંધાનમાં વેબિનારનું આયોજન કરવામાં આવ્યું
આઝાદીની ચળવળથી લઈને વિકસિત રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનો ફાળો બહુમૂલ્ય : સરિતાબેન દલાલ
જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર : માં દુર્ગા જેમ આસુરી શક્તિનો નાશ કરે છે તે જ પ્રકારે એક મહિલા જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ,સમસ્યાઓ, અને ખોટી શક્તિઓને નાથવા સક્ષમ છે. એક રીતે જોઈએ તો તે દુર્ગાનું સ્વરૂપ પણ છે કહેવામાં અતિશિયોક્તિ નથી.
આપણા દેશને આઝાદી અપાવવા માટે ચાલેલા સ્વાતંત્ર્ય સંગ્રામમાં નારીશક્તિનું યોગદાન આપણે ક્યારેય ભૂલી નહિ શકીએ.તેમજ વર્તમાનમાં વિકસિત રાષ્ટ્ર નિર્માણમાં મહિલાઓનો ફાળો બહુમૂલ્ય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસેના અનુસંધાનમાં આયોજિત વેબિનારને સંબોધતા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત એકમના રિજિનલ આઉટરી બ્યુરો નિર્દેશક શ્રીમતી સવિતા દલાલએ કહ્યું હતું આંઠ માર્ચના વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થવા જય રહી છે ત્યારે આ ઉજવણીના ભાગ રૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના રિજિનલ આઉટરી બ્યુરો અમદાવાદ, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અમદાવાદ, તેમજ ફિલ્ડ આઉટરીય બ્યુરો જૂનાગઢ દ્વારા નારી તું દુર્ગા વિષયને લઈને વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. નારી ક્યારેય નિવૃત્ત થતી નથી. નારીશક્તિને જાણવા તેની સ્નેહની સરિતામાં સ્નાન કરવું પડે એવું કહી ડૉ. જમકુબેન સોજીત્રાએ સ્ત્રીશક્તિના વિવિધ પાસાઓને પોતાના સંબોધનમાં વર્ણવ્યા હતા.વધુમાં તેમણે જણાવ્યું કે મહિલાને પુષ્પ આપીને પ્રેમપ્રગટ કરવાને બદલે તેના વ્યક્તિત્વને ખીલવવામાં સહાયરૂપ થવું અને તેના વિકાસમાંઅંતરાયરૂપના થવુંએ જ સ્ત્રીપ્રત્યેનો સાચો પ્રેમ અને આદરભાવ છે. આપણી રોજબરોજની ભાષામાં કેટલાક શબ્દોના પ્રયોગથી તેમજ નાની-મોટી હરકતોથી પણ આપણે જાણે અજાણે નારીનું અપમાન કરતા હોઈએ છીએ. જે પ્રત્યે સજાગ થવું આવશ્યક છે એવું કહેતા મહેરિઝમ ફાઉન્ડેશનના મુખ્ય મનોવૈજ્ઞાનિક શ્રીમતી જસવીરકૌરે સ્ત્રીનું સન્માન જાળવવા સૌને અનુરોધ કર્યો હતો.દીકરી,બહેન,ભાભી, માતા,પુત્રવધુ જેવા સામાજિક સંબંધોથી રચાતા સ્ત્રીના નવરૂપોને નવદુર્ગાના રૂપ સાથે તુલના કરી આસિસ્ટન્ટ પ્રોફેસર રીટા લોદરીયાએ આકાર્યક્રમના વિષયને યોગ્ય જણાવ્યો હતો. ફિલ્ડ આઉટરીચ બ્યુરો, જૂનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવાની સાથે સ્ત્રી પ્રત્યેનો સન્માન અને આદરનો ભાવ માત્ર એક દિવસ પૂરતો સીમિત ન રાખતા પ્રતિદિન જીવન પર્યંત આપણા સૌમાં રહેવો જોઈએ તેવો અનુરોધકરી આવનાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સર્વેને શુભકામનાઓ પાઠવી હતી. શિહોરની ગોપીનાથજી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સહયોગથી આયોજિત વેબીનારમાં કોલેજની વિદ્યાર્થીનિઓ તેમજ ગુજરાત અને દેશભરમાંથી ઘણાલોકોએ ઉત્સાહભેર ભાગ લેતાં વેબીનારનો ઉદ્દેશ્ય સાર્થક થયો હતો.