નિજાનંદ પરિવાર એક એવી સંસ્થા છે જે સેવાકાર્ય તો કરે જ છે પરંતુ સમાજના અગ્રણી કે અનેક ક્ષેત્રોમાં સફળતા હાંસિલ કરનાર વ્યક્તિનું સન્માન કરી તેમનો ઉત્સાહ વધારે છે ગાયકી અને લેખન માટે મને સન્માનિત કરવા બદલ નિજાનંદ પરિવાર સાથે જોડાયેલા દરેક નો ખુબ ખુબ આભાર : અંજના ગોસ્વામી.
સ્વાભિમાન ભારત : ગુજરાતની ભૂમિ એટલે સેવાની અને સમર્પણની ભૂમિ જેમાં સહુથી આગળ નામ આવે ભાવનગરનું જેનો ઇતિહાસ આપ સહુ જાણો જ છો આજે પણ સેવાના પરગણા અહીં જોવા મળે છે જેમાં અનેક સંસ્થાઓની વચ્ચે કોડિયા જેવી નાની અને પ્રમુખ વગર પણ નક્કર કામ કરતી સંસ્થા એટલે નિજાનંદ પરિવાર સંસ્થા.
આજથી આઠ વર્ષ પહેલાં એક સંસ્થાની સ્થાપના કોઈપણ પદના ભાર વિનાની સંસ્થા શરૂ થઈ જેનો મુખ્ય હેતુ મહિલા સશક્તિકરણ શિક્ષણ, વ્યસન મુક્તિ સહિત સેવાકાર્ય કરવા. આ સંસ્થા એટલે નિજાનંદ પરિવાર સંસ્થા જેણે 17 / 12 / 2022 ના રોજ સફળતાપૂર્વક આઠ વર્ષ પૂર્ણ કરી નવમાં વર્ષમાં પ્રવેશ કર્યો એ નિમિતે ભાવનગર કાળિયા ભીડ આધ્ય શક્તિ મંદિર ખાતે સાંજે 4:00 થી 7 કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર મહાનુભાવો અને અતિથિઓનું સ્વાગત સાહિત્યકાર ભીખાભાઈ વાઘેલા દ્વારા કરાયું હતું પ્રથમ સભા તમાકુ જીવનનો દુશ્મન પર સંવાદ યોજાયો હતો જેમાં ડોક્ટર સુનિલભાઈ પટેલ, જિલ્લા ટોબેકો સેલ ડોક્ટર એન પી ડૉ. કુહાડીયા ચેરીટેબલ ટ્રસ્ટ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ચંદ્રમણી કુમાર પ્રસાદે તમાકુથી થતા નુકસાનની વાત કરી સમાજ જાગૃતિ ઉપર ભાર મૂક્યો હતો. સેવાકીય સંસ્થાના સંયોગ ઉપર ભાર મૂક્યો હતો આ સભાનું સંચાલન ડોક્ટર ધવલ દ્વારા કરાયું હતું બીજી સભામાં સભા સમાજના જુદા જુદા ક્ષેત્રોમાં સિદ્ધિ બદલ બીજાના વિજાનંદ પરિવાર ભાવનગર દ્વારા સન્માનિત કરાયા હતા જેમાં ડોક્ટર એનપી કુહાડીયા આરોગ્ય અને જનજાગૃતિ, ડોક્ટર વેદ નટુભાઈ આરોગ્ય ક્ષેત્રે, અશોકભાઈ ઉલવા અંગદાન મહાદાન અભિયાન, હિરેનભાઈ વૈષ્ણવ સૂરીલી સાંજ, ભોળાનાથ શાસ્ત્રીજી ધર્મ સાહિત્ય, મુકેશભાઈ પંડિત, ગાયન અને લેખન અંજના ગોસ્વામી, અમૂલ પરમાર કલાનો વારસો ફોટોગ્રાફી ચિત્રકલા જયેશ મહેતા માનવ સેવા ક્ષેત્રે, મિતુલભાઇ રાવળ શૈક્ષણિક જનજાગૃતિ, ઉદયભાઇ દવે નારાયણ સેવા ટ્રસ્ટ સેવા ક્ષેત્રે, રોહિતભાઈ ચૌહાણ એ અનોખા શિક્ષકનું સન્માન યોજાયું હતું આ સમગ્ર સભાનું કુશળ સંચાલન ભદ્રેશભાઈ જોશી દ્વારા કરાયું હતું આ પ્રસંગે મહાનુભાવો ડોક્ટર ચંદ્રમણી કુમાર પ્રસાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જેડી રામાનુજ ડોક્ટર બી પી બોરીચા જિલ્લા મેલેરિયા જે ડી રામાનુજ, પોપટભાઈ પઢીયાર ખોડલ ફાર્મ ડોક્ટર હરપાલસિંહ ગોહિલ જિલ્લા તાલીમ ભવન ભુપતભાઈ મોરી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ બુધેલ પી.કે મોરડીયા જાણીતા શિક્ષણ વધેલ જિલ્લા એકેડેમી અધિકારી ડોક્ટર સુનિલભાઈ પટેલ લાખાણી તાલુકા હેલ્થ ઓફિસર ભાવનગર ડોક્ટર પ્રશાંતભાઈ આસ્તિક રોટરી ક્લબ શિહોર ડોક્ટર કિશનસિંહ તુવેર ઉપસ્થિત રહ્યા હતા સુરીલી સંધ્યા કાર્યક્રમમાં ડોક્ટર એમ પી કુહાડીયા ચેરીટેબલ ટ્રસ્ટ મહુવા ઓમનીબા તુવર, વિપુલ ભાઇ બારડના ગીતો એ ડોલાવી દીધા હતા કાર્યક્રમની આભાર વિધિ અનિલ ભાઇ પંડીત દ્વારા કરાઇ હતી.