બોરીવલીમાં મનપા વિભાગના અધિકારીઓની ખોટી કનડગત સામે વેપારીઓએ અવાજ ઉઠાવ્યો

મનપા વિભાગની ખોટી કનડગત સામે વેપારીઓ એ અવાજ ઉઠાવ્યો

મુંબઇ : બોરીવલી પશ્ચિમ ઇન્દ્રપ્રસ્થ શોપિંગ મોલ નજીક આવેલ હરિ-ઓમ મોબાઈલની દુકાનમાં ૨ દિવસ પહેલા મહાનગરપાલિકાના એક મહિલા અધિકારી સહિત કર્મચારી ૩ કર્મચારી દાખલ થયા હતા અને મોટો દંડ ભરવો પડશે અથવા કાર્યવાહી કરવામાં આવશે તો દુકાન સીલ થઈ જશે. દુકાન માલિકે તુરંત નેમચંદ બૌવાને ફોન કરી જાણ કરતા તેઓ ત્યાં આવ્યા અને બીએમસી કર્મચારીઓ સાથે કાયદાકીય ભાષામાં ચર્ચા કરી હતી તે સમયે મોટી સંખ્યામાં આજુબાજુના વેપારીઓ ત્યાં ભેગા થતા. મહિલા અધિકારી ત્યાંથી ચૂપચાપ નીકળી ગયા હતા. તે દરમિયાન મા. ધારાસભ્ય હેમેન્દ્ર મહેતા અને બોરીવલી વેપારી વર્ગમાં અને સમાજસેવા માટે જાણીતા મુકેશ મહેતા ત્યાં પહોંચ્યા હતા. હેમેન્દ્ર મહેતાએ સંપૂર્ણ જાણકારી મેળવી હતી. બહુ ભીડ જમા થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવા બીએમસી કર્મચારી અને વેપારીઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં હેમેન્દ્ર મહેતા મુકેશ મહેતા અને નેમચંદ બૌવાએ વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કાલેકર અને પોલીસ નિરીક્ષક વિજય માડયેને બનાવની જાણકારી આપી હતી. પોલીસ અધિકારીઓ વેપારીઓને સહયોગ આપ્યો હતો અને આ વિષયની નોંધ કરી આવનારા સમયમાં વેપારીઓને આ પ્રકારની કનડગત ના થવી જોઈએ એવી ચેતવણી મહાનગરપાલિકાના કર્મચારીઓને આપી હતી. આ માહિતી મુકેશ મહેતાએ સ્વાભિમાન ભારત સાથેની વાતચીતમાં આપી હતી
નેમચંદ બૌવાએ વેપારીઓને હંમેશ સાથ આપતા હેમેન્દ્ર મહેતા, મુકેશ મહેતા અને વેપારી એકતાનો પરિચય આપતા સાથ આપનાર બોરીવલી વાગડ સમાજના રમેશ ડાઘા, અજિત ગાલા, સુરેશ ગોગરી, વિનોદ ગડા, ભરત ગાલા,પપ્પુ  સત્રા, વિનોદ તાડેડ સહિત સહુનો આભાર વ્યક્ત કર્યો હતો.