મુંબઈના બોરીવલી (પશ્ચિમ)માં સુવર્ણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ધનકુંવરબેન બાબુભાઈ ધકાણ હોસ્પિટલ અને રમાબેન પ્રવિણભાઇ ધકાણ કાર્ડિયાક સેન્ટરનું ઉદ્દઘાટન તા. ૨૩/૦૭/૨૦૨૩ને રવિવારના સવારના ૧૦.૦૦ કલાકે સર સંઘચાલક ડૉ. મોહન ભાગવતજીના શુભ હસ્તે ઉપમુખ્યંત્રી દેવેન્દ્ર ફડણવીસ, પરજીયા સોની સમાજના અગ્રણી, દાતાઓ સહિત લોકોની ઉપસ્થિતિમાં થશે.
હોસ્પિટલ વિશે વધુ માહિતી આપતા કાંદિવલી / ચારકોપ વિસ્તારના ધારાસભ્ય અને હોસ્પિટલના ટ્રસ્ટી યોગેશ સાગરે માહિતી આપતા કહ્યું કે બોરીવલી પશ્ચિમમાં કસ્તુર પાર્ક ખાતે લગભગ ૩૫ વર્ષ પહેલાં હોસ્પિટલ નિર્માણ થઇ હતી. સમય સાથે હોસ્પિટલનું બિલ્ડિંગ નબળું પડતાં જે તે સમયના ટ્રસ્ટીઓએ ચર્ચા વિચારણા કરી નિયમ મુજબ બિલ્ડિંગ તોડી હોસ્પિટલનું નવનિર્માણ કરવાનું નક્કી કર્યું. અને દરેકની મહેનત અને દાતાઓના અમૂલ્ય સહયોગથી તૈયાર થયેલ આધુનિક હોસ્પિટલમાં લગભગ ૧૧૪ બેડ, ૨ થી વધુ ઓપરેશન થિયેટર, ૩ જેટલા આઇસીયુ સહિત તમામ સુવિધાથી સજ્જ હોસ્પિટલને કારણે પરા વિસ્તારમાં રહેતા લોકોને સારી સારવાર ઉપલબ્ધ થઈ શકશે.