ભાઈંદરના ઉત્તનમાં ગેરકાયદેસર રીતે ઝાડ કાપી ત્રણ દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું

ભાઈંદરના ઉત્તનમાં ગેરકાયદેસર રીતે ઝાડ કાપી ત્રણ દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું

મુંબઈ : મુંબઈની પડોશમાં આવેલ ભાઈંદરના ઉત્તનમાં પ્રભાગ સમિતિ ૦૧ ધાવગીમાં પ્રજાપતિ નામના શખ્સે સરકારી જગ્યામાં ગેરકાયદેસર રીતે ત્રણ ગાળાનું બાંધકામ કર્યું હોવાની ફરિયાદ માનવાધિકાર ફાઉન્ડેશનના જિલ્લા ઉપપ્રમુખ (ઉત્તર મુંબઈ) યદુનાથ પ્રજાપતિએ કરી છે. આ વિષયમાં યદુનાથે મીરા ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર, સહ. કમિશનર, પ્રભાગ ક્રમાંક એક ના સ. આયુક્ત ને પત્ર અને પહેલાની અને હાલની બાંધકામ કરવામાં આવેલ સ્થાનની તસવીર પણ પુરાવા રૂપે જોડી છે. યદુનાથનું કહેવું છે કે મીરા ભાઈંદર મહાનગરપાલિકામાં રસ્તાની બાજુમાં આવેલ જીવંત ત્રણ ઝાડ કાપવા બાબતે અને ગેરકાયદેસર બાંધકામ વિરૂદ્ધ તા. ૧૬/૦૨/૨૦૨૩ના ફરિયાદમાં આવી છે. પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ પાસે ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી કરવાનો સમય નથી કે સમય કાઢતા નથી એ બહુ મોટો અને નવાઈ પમાડતો પ્રશ્ન છે. આ બાંધકામ પર કાર્યવાહી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. આ ગેરકાયદેસર બાંધકામમાં જે પણ સરકારી અધિકારી સંડોવાયેલા છે એમની તપાસ કરી ભ્રષ્ટાચાર પ્રતિબંધ કાયદો ૧૯૮૮ ની કલમ ૭ પ્રમાણે ગુન્હો દાખલ કરવામાં આવે અને જ્યાં સુધી તપાસ ચાલુ છે ત્યાં સુધી તે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ પત્રમાં યદુનાથ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી છે.મીરા ભાઇંદર મહાનગરપાલિકાના અધિકારીઓ ગેરકાયદેસર બાંધકામ પર કાર્યવાહી કરશે ? અને કરશે તો ક્યારે ? એની રાહ ફરિયાદી સહિત અનેક લોકોને છે.

ad.\"\"