ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ ની કાર પર હુમલો આઠ લોકો પર એફ. આર. આઇ. દાખલ

ભારતીય ક્રિકેટર પૃથ્વી શૉ ની કાર પર હુમલો આઠ લોકો પર એફ. આર. આઇ. દાખલ. \"\"

મુંબઈ : તાજેતરમાં જ રણજી ટ્રોફીમાં આસામ સામે 379 રનની ઈનિંગ્સ શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર પૃથ્વી શૉ પર મુંબઈમાં હુમલો થયાની ઘટના સામે આવી છે. માહિતી મુજબ પૃથ્વી શૉ મુંબઈની પંચતારક હોટેલમાં ૧૫મી ફેબ્રુઆરીની રાત્રે મિત્રો સાથે જમવા ગયો હતો ત્યારે અમુક લોકો તેની સાથે સેલ્ફી લેવા આવ્યા હતા એકાદ બે જણ સાથે સેલ્ફી લીધા પછી પૃથ્વી એ કહ્યું કે હું અહીંયા મિત્રો સાથે જમવા આવ્યો છું એટલે પરેશાન નહી કરો. જ્યારે એ લોકોએ વધારે દબાણ કર્યું તો પૃથ્વીના મિત્રએ હોટલના મેનેજરને ફોન કર્યો અને ફરિયાદ કરતા મેનેજરે આરોપીઓને ત્યાંથી જવા માટે કહ્યું. જ્યારે પૃથ્વી અને તેના મિત્રો ડિનર લઈને હોટલની બહાર આવ્યા તો બહાર કેટલાક લોકો બેઝબોલના બેટ લઈને ઊભા હતા. પૃથ્વી જે કારમાં બેઠેલો હતો એ કારનો કાચ તોડી નાખ્યો. તે પછી શોના મિત્રોએ તેને બીજી કારમાં ત્યાંથી મોકલી દીધો હતો. ત્યારબાદ આરોપીઓએ શૉના મિત્રની કારને જોગેશ્વરી પેટ્રોલ પંપ પાસે રોકી અને ત્યાં એક મહિલાએ આવીને કહ્યું જો મામલો થાળે પાડવો હોય તો 50 હજાર રૂપિયા આપવા પડશે, નહીં તો ખોટા આરોપો લગાવી દેશે. કર્યો. જેથી પૃથ્વીના મિત્ર આશિષ યાદવે ઓશિવરા પોલીસ સ્ટેશનમા એફઆરઆર નોંધાવી. જેના આધારે પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા ૮ આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે. હોટલના કર્મચારીઓએ શૉની સાથે સેલ્ફી લેનારા સપના ગિલ અને શોભિત ઠાકુરના નંબર પોલીસને આપ્યા છે.

\"\"
જાહેરાત