પ્રતિનિધિ: મુંબઈગત દિવસોમાં મહારાષ્ટ્રના ચિપલુણ માં આવેલા પુરના લીધે બહુ મોટા પ્રમાણમાં જાનહાનિ તથા માલ હાની થઇ હતી અનેક સામાજિક સંસ્થાઓ તરફથી અલગ અલગ પ્રકારે મદદનો હાથ આગળ આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી શિક્ષક સંગઠન મુંબઈ દ્વારા આ ભાગમાં વસતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક નુકસાનથી બચાવવા શૈક્ષણિક સાહિત્ય સંપૂર્ણ કીટ મોકલવામાં આવ્યા હતા. મદદ નહીં પણ કર્તવ્ય આ ભાવનાથી ભારતીય જનતા પાર્ટી શિક્ષક સંગઠન મુંબઈ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને સ્કુલ બેગ, એક ડઝન ફૂલસ્કેપ બુક, ડ્રોઈંગ બુક, કેમલ કંપાસ બોક્સ, પેન બોક્સ, પેન્સિલ બોક્સ, ડ્રોઈંગ કલર આ રીતના સર્વ શૈક્ષણિક વસ્તુઓનું એક કીટ તૈયાર કરી ભાજપ શિક્ષક સંગઠનના મુંબઈ વિભાગના અધ્યક્ષ ડો.રાજુ બંડગર એમના વિચારોને આગળ વધારી અને 500 કીટ વિવિધ માધ્યમો દ્વારા તૈયાર કરવામાં આવ્યા.ડો. રાજુ બંડગર અમને અધ્યક્ષતા હેઠળ સ્વયં તેમના હસ્તે પ્રત્યેક વિદ્યાર્થીઓને આ કીટ હાથોહાથ આપવામાં આવ્યા. આ કાર્યક્રમમાં ભાજપ આ શિક્ષક સંગઠન મુંબઈના પ્રભારી રાજેશ હાટલે, શરદ વાબલે મહામંત્રી મુંબઈ વિભાગ તથા સર્વ પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.