ભાવનગર સહિત રાજ્યની તમામ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગર પાલિકામાં લહેરાયેલા ભવ્ય કેસરિયો ભારી જીતને વધાવતા – ગુજરાતની જનતાનો આભાર માનતું શહેર ભા.જ.પા.
જીતેન્દ્ર દવે દ્વારા
ભાવનગર : ભાવનગર સહિત સમગ્ર ગુજરાતની તમામ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકા સહિત ભવ્ય જીત સાથે ચોતરફ કમળ ખીલતા ભાવનગર મહાનગર પાલિકાથી શરૂ થયેલો વિજય રથ આજે રેકોર્ડબ્રેક સીટો સાથે કેસરિયો લહેરાવતા ભવ્ય જીત મેળવી હતી અને આ ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ શહેર અધ્યક્ષ રાજીવ પંડ્યા, મહામંત્રી યોગેશ બદાણી, અરુણ પટેલ, ડી.બી.ચુડાસમા સહિત વરિષ્ઠ આગેવાનો કેન્દ્રીય મંત્રી મનસુખ મંડાવીયા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા ભારતીબેન શિયાળ, રાજ્ય સરકારના મંત્રી વિભાવરીબેન દવે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, ઇન્ચાર્જ ગીરીશ શાહ, હરુ ગોંડલીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાજુ રાણા, પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્ર ત્રિવેદી, પૂર્વ અધ્યક્ષ અમોહ શાહ, સનત મોદી સહિતના વરિષ્ઠ આગેવાનોએ આવકારી હતી અને વિજેતા ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી.
ભવ્ય વિજય અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરતા શહેર અધ્યક્ષ રાજીવ પંડ્યાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો સાર્વત્રિક સ્વિકાર થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યમાં વિજય રૂપાણીના નેતૃત્વમાં કાર્ય કરતી સરકારોની સિદ્ધિઓ અને યોજનાઓ ગામે ગામ અને ઘરે ઘર સુધી પહોંચી છે તો પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પેઇજ કમિટીએ કાર્યકર્તાઓમાં એક નવી ઉર્જા પ્રદાન કરી છે ત્યારે શીર્ષસ્થ નેતૃત્વ પ્રત્યે જનતાનો વિશ્વાસ અને શ્રદ્ધા વધી છે જેને કારણે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાનો ચોતરફ સ્વીકાર થયો છે સ્વીકૃત થયું છે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિને પ્રજાએ જાકારો આપ્યો છે સાથે સાથે જનતાએ સકારાત્મક, રાષ્ટ્રવાદી અને વિકાસની રાજનીતિનો સ્વીકાર કરી સ્થાનિક સ્વરાજના તમામ સ્તરેથી કોંગ્રેસના સુપડા સાફ કરી નાખ્યા છે. મહાનગર પાલિકા બાદ આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકા સહિત તમામ સ્તરેથી કોંગ્રેસને પ્રજાએ જાકારો આપ્યો હતો. તેઓએ આ ભવ્ય જીત ગુજરાતના ગામડામાં વસતા કિસાનો, ગરીબો અને છેવાડાના માનવીઓની જીત બતાવતા અને કાર્યકર્તાઓના પરિશ્રમની પરકાષ્ઠા સર્જી મેળવેલી ભવ્ય જીત બતાવતા તમામ વિજેતા ઉમેદવારોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે સાથે મળી ગુજરાતની વિકાસની યાત્રાને નવી ઉંચાઈએ લઈ જઈશું અને ભારત માતાને પરમ વૈભવના સ્થાને ફરી બિરાજમાન કરીશું તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી તેમ શહેર પ્રવક્તા આશુતોષ વ્યાસની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.