મુંબઈમાં રિક્ષા ચોરોનો પર્દાફાશ! રિક્ષા ચોરી, નંબર પ્લેટ બદલી……
મુંબઈ : પોલીસે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી ઓટો રિક્ષા ચોરી કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. તેઓ ઓટો રિક્ષાની ચોરી કરીને નંબર પ્લેટ બદલાવી ડ્રાઈવરઓને ભાડે આપતા હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું છે. ચોરી થયેલ રીક્ષા માલવણી અને મલાડ રેલવે સ્ટેશન વચ્ચે દોડતી હતી.
કાંદિવલીથી ચોરાયેલી એક રિક્ષાની તપાસ દરમિયાન ચોરાયેલી રિક્ષા માલવાણી અને મલાડ રેલવે સ્ટેશન વચ્ચે ચાલતી હોવાની માહિતી મળ્યા બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા અને કાંદિવલી પોલીસે રિક્ષા ચોરીના સંબંધમાં બે ચોરો ઈદ્રિશ મુશ્તાક અંસારી અને ઈકબાલ મોહમ્મદ રફીક શેખની ધરપકડ કરી કુલ ૬ રીક્ષા જપ્ત કરી છે અને આગામી સમયમાં વધુ કેટલીક રિક્ષાઓ પણ જપ્ત કરવામાં આવે તેવી શક્યતા છે.પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે કેટલીક ચોરાયેલી ઓટો રિક્ષાઓની નંબર પ્લેટ બદલીને વેચી દેવામાં આવી છે.
કાંદિવલીના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર જાધવના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર હેમંત ગીતે, પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઈન્દ્રજિત ભીસે, સત્યવાન જગદાલે, શ્રીકાંત તાવડે, રવિ રાઉત, સુવન કેસરકર, યોગેશ હિરેમઠ, દાદાસાહેબ ઘોડકે, સંદીપ મ્હાત્રેએ આ કાર્યવાહી સફળતાપૂર્વક પાર પાડી હતી