રવિવારની રજા પાછળએ મહાનુભવના મનમાં શું વાત હતી?
જાણો શું છે તેનો ઈતિહાસ.
મિત્રો, જેમના કારણે આપણને આ રજા મળે છે તે મહાનુભવનું નામ છે \”નારાયણ મેઘાજી લોખંડે\”.
આ નારાયણ મેઘાજી લોખંડે જોતિરાવ ફુલેજીની સત્યશોધક ચળવળના કાર્યકર હતા અને વળી તેઓ એક મજૂર નેતા પણ હતા. અંગ્રેજોના સમયમાં મજૂરોને અઠવાડિયાના સાતેય દિવસ કામ કરવું પડતું હતું, પરંતુ નારાયણ મેઘાજી લોખંડેજીને વિચાર આવ્યો કે આપણા મજૂરો પોતાના પરિવાર માટે અઠવાડિયામાં સાતેય દિવસ કામ તો કરે છે, પરંતુ આ કારણે તેમને પોતાના કૌટુંબિક અને સામાજિક કાર્યો કે પ્રશ્નોના નિરાકરણ માટે બિલકુલ સમય જ નથી મળતો. તેમને થયું કે કર્મચારીને સપ્તાહમાં એક દિવસની રજા તો જરૂર મળવી જ જોઈએ જેથી કરીને તેઓ જે પરિવાર સમાજ માટે નોકરી કરી રહ્યા છે તેના અન્ય કામકાજ ઉપર પણ ધ્યાન આપી શકે. આ માટે તેમણે 1881માં અંગ્રેજો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો, પરંતુ અંગ્રેજો આ પ્રસ્તાવ સ્વીકારવા તૈયાર ન હતા તેથી, આખરે નારાયણ મેઘાજી લોખંડેજીએ 1881માં આ રવિવારની રજા માટેનું અભિયાન આરંભવું પડ્યું. જોતજોતામાં આ વાતે એક આંદોલનનું સ્વરૂપ પકડી લીધું અને તે દિવસે દિવસે ઉગ્ર બનતું ગયું.
આ આંદોલન લગભગ 8 વર્ષ સુધી ચાલ્યું. છેવટે 1889માં અંગ્રેજોએ રવિવારને રજાનો દિવસ જાહેર કરવો પડ્યો.
આ ઈતિહાસ છે આપણાં વ્હાલા રવિવારનો!
પરંતુ કોણ આ કહાની જાણે છે!
અભણ લોકોને તો છોડો, પણ શું શિક્ષિત લોકોને પણ આ વાતની ખબર હોય છે?
અલબત્ત શિક્ષિત મહે પણ અતી અતી જૂજ લોકોને આ કહાનીની જાણ હશે. જો આપણે આ રસપ્રદ વાત જાણતા હોત તો ક્યારેક કોઈ રવિવારે રજાની મજા માણતા માણતા આપણે એ મહાન વિભૂતિને પણ યાદ કરી હોત!
તેઓએ જે આશયથી આ રજા માટે આટલું લડ્યા તે સામાજિક ઉત્કર્ષ માટે આપણે કાઇક કર્યું હોત. ખેર, હવે આ વાત તમે જાણો છો તો આ રજા એમ જ મોજશોખ મનોરંજનમાં વીતાવી દેવાને બદલે સમાજ માટે પણ થોડો સમય ફાળવજો
સૌજન્ય..ફેસબુક વોલ.
પ્રસ્તુતકર્તા. અજ્ઞાત.