રાજકોટમાં વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ખોડિયાર એન્જિનિયરીંગ નામના કારખાનામાં તસ્કરો ત્રાટક્યા
ગુજરાત : રાજકોટમાં વાવડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલ ખોડિયાર એન્જિનિયરીંગની ઓફિસમાં રાખેલ રૂ.1.90 લાખ રોકડ ભરેલા પર્સની ચોરી કરી નાસી છૂટતાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.આ બનાવ અંગે ફરિયાદી મહેશ વાળાએ જણાવ્યું હતું કે તેઓ વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં શ્રી ખોડીયાર એન્જીનીયરીંગ વર્કસ નામથી કારખાનુ ચલાવે છે.ગઇ રાત્રીના ૧૦.૦૦ વાગ્યે કારખાનું બંધ કર્યું હતું. બીજા દિવસે સવારના આઠેક વાગ્યાના આસપાસ કારખાનામાં કામ કરતા કારીગર નટુ પટેલનો ફોન આવેલ કે કારખાના મેઇન ગેઇટના તાળા સાથેનો નકુચો તુટેલ છે. આ ઉપરાંત ઓફીસના દરવાજો ખુલ્લો છે જેથી તેઓ તાત્કાલિક કારખાને આવી જોયું તો કારખાનાનો લોખંડના દરવાજાનો આગળીયાનો નકુચો તુટેલ હતો અને ઓફીસનો લાકડાનો દરવાજો ખુલ્લો હતો.ઓફીસમા જોતા એકાઉન્ટ વિભાગની ઓફીસનો દરવાજો ખુલ્લો હતો. ટેબલનુ ખાનુ ખુલ્લુ હતુ અને એકાઉન્ટ વિભાગનું કામ સંભાળતા યાજ્ઞીક વાળાએ જણાવેલ કે એકાઉન્ટ વિભાગના ટેબલના ખાનામા પર્સ રાખેલ હતુ અને તેમાં અંદાજે રૂ.1.90 લાખ રાખેલ હતા.જે પર્સ કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે અજાણ્યાં તસ્કરોની શોધખોળ હાથ ધરી હતી.
અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી – રાજકોટ