રાજકોટમાં સાયબર ક્રાઇમની ઘટનામાં વધારો.
ગુજરાત : રાજકોટમાં દિવસેને દિવસે ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એમાં પણ સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે.તંત્ર દ્વારા અવરનેસના કાર્યક્રમો કરવા છતાં લોકો આવી ઘટનાઓનો ભોગ બની રહ્યાં છે.ત્યારે રાજકોટમાં દરરોજની 8-10 ફરિયાદ સાયબર ક્રાઈમની નોંધાઈ છે.રાજકોટ સાયબર ક્રાઈમના ACP વિશાલ રબારી એ જણાવ્યું હતું કે સૌથી વધુ જો કોઈ ફરિયાદ નોંધાઈ હોય તો તે છે અભદ્ર વીડિયો ઉતારીને છોકરીઓને બ્લેકમેઈલ કરવામાં આવતી હોવાની.પોલીસનું કહેવું છે કે સોશિયલ મીડિયાના મારફતે સામેવાળી વ્યક્તિ છોકરીને મેસેજ કરે છે અને પછી તરત વીડિયો કોલમાં વાતચીત શરૂ જાય છે.જે બાદ અભદ્ર માંગણીઓ કરવામાં આવે છે અને તેનો તે વીડિયો રેકોર્ડ કરી લે છે.પછી તે જ વીડિયોનો ઉપયોગ કરીને છોકરીઓને બ્લેકમેઈલ કરવામાં આવે છે.અને પછી તેમની પાસેથી પૈસા પડાવે છે.પોલીસ તંત્ર દ્વારા લોકોને અવરનેસ આપવામાં આવે છે તેમ છતાં લોકો પુરતુ ધ્યાન આપતા નથી અને તેઓ આવી ઘટનાનો ભોગ બને છે.આવા ઘણા કેસમાં એવુ હોય છે કે સમાજમાં બદનામીના ડરના કારણે લોકો પૈસા ચુકવી દે છે અને આવી ઘટનાઓનો વારંવાર ભોગ બને છે.આવા કેસમાં ઘણા લોકો 10-10, 15-15 લાખ જેવી રકમ ગુમાવેલી છે.. જે બાબતે બાદમાં ફરિયાદ નોંધાઈ છે.ક્રિમિનલ પણ ખુબ શાતિર હોય છે તેઓ બહારની કન્ટ્રીના મોબાઈલ નંબર યુઝ કરે છે અને છોકરીઓને પોતાનો શિકાર બનાવે છે.આરોપીઓ એવી એવી એપનો ઉપયોગ કરે છે કે તેના સુધી પહોંચવુ પણ અમારા માટે થોડુ અઘરૂ બની જાય છે આ સાથે જ પૈસા રિકવર કરવા અમારા માટે અઘરા બની જાય છે. પોલીસ અધિકારીનું કહેવુ છે કે જો તમારી સાથે આવી કોઈ ઘટના બને તો તમે પૈસા ન ચુકવવો અને પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસની મદદ લો.જેથી વહેલાસર અમે કાર્યવાહી કરી શકીએ. તમને જણાવી કે આ પ્રકારની ફરિયાદ પોલીસ ચોપડે આખા વર્ષમાં 3 હજાર જેટલી નોંધાઈ છે. એટલે કે રોજની 8-10 ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે.આ સાથે જ આવી ફરિયાદોમાં કરોડો રૂપિયાની રકમ લોકોએ ગુમાવેલી છે.પણ પોલીસે અત્યાર સુધીમાં દોઢથી 2 કરોડ રૂપિયાની રકમ પાછી મેળવવામાં સફળ રહ્યાં છે. આમ લોકો જો થોડી સાવચેતી રાખે તો આવી ઘટનાઓ બનતા અટકી શકે છે.