રાજકોટ પોલીસની આબરૂના લીરે લીરા ઉડાવતા વ્યાજખોરોનો આંતક ?

ગુજરાત : રાજકોટમાં જાણે પોલીસનો ખૌફ જ નથી રહ્યો. રાજકોટના માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્યાજખોરોનો બેફામ ત્રાસ છે. અડધી રાત્રે ચાર થી પાંચ લોકોએ એક પરિવારના ઘરમાં ઘુસી ૭૦ વર્ષના આધેડ માજી અને ૧૫ વર્ષના પૌત્રને બેફામ ગાળો ભાંડી અને મારપીટ કરી હોવાની જાણકારી સામે આવી રહી છે. કહેવાય છે કે આ પરિવારની વ્યક્તિએ વ્યાજે પૈસા લીધા હતા અને સમયસર ચૂકવણીના કરી શકતા વ્યાજખોરો રાત્રીના સમયે આ પરિવારના ઘરમાં તોડફોડ કરી અને ઘરવખરીની ઉપાડીને લઇ ગયા જેને એક પ્રકારની લૂંટ જ કહેવાય. ગુજરાત પોલીસ વ્યાજખોરોના આંતકને ડામવા અનેક પગલાં લે છે પરંતુ આ ઘટના પછી એવું લાગી રહ્યું છે કે ગેરકાયદેસર વ્યાજે પૈસા આપનાર લોકોને પોલીસ કે કાયદાનો ડર નથી અથવા એવા કોઈ હાથ એમની પર હોય જે એમ સમજતા હોય કાનૂન આપણા હાથમાં છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.પોલીસ કમિશનર વ્યાજખોરોને ઐતિહાસિક લીમડાની કડવાણી ચખાડશે ? એક નહી અનેક વ્યાજની ચુંગાલમાં ફસાયેલા પરિવારને છોડાવશે ?

અહેવાલ : ભરત ભરડવા / રોહિત ભોજાણી
રાજકોટ