કિંમતી મોબાઈલની ચોરી કરતી ટોળકી ઝડપાઇ
મુંબઈ : આઈ- ફોન સુરક્ષાની દ્રષ્ટિએ સહુથી સલામત હોવાનું કહેવાય છે. પણ આધુનિક તકનીકનો લાભ ઉપાડી ચોરોએ આ દાવાને ખોટો સાબિત કર્યો હોઈ એવું લાગી રહ્યું છે. મુંબઈના દહિસર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી એક મોબાઇલની તપાસ કરી રહ્યા હતા ત્યારે એમના જાણમાં આવ્યું કે આઈ-ફોનમાં રહેલ આઈ-ક્લાઉડ ડીલીટ કરવું સહેલું નથી. પરંતુ એ સાથે માહિતી મળી કે કિંમતી મોબાઇલ ચોરી કરી સોફ્ટવેરની મદદથી ફોરમેટ કરી ગ્રાહકોને વેચનાર એક ટોળકી સક્રિય છે. આ કામ કોણ કરે છે એ માહિતી મેળવી તેના પર નજર રાખવામાં આવી હતી તે સમયમાં જાણકારી મળી કે એ વ્યક્તિની બોની પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલ દુકાન પર અમુક શખ્સો ચોરીના એન્ડ્રોઇડ મોબાઈલ અને આઈ-ફોનના ડેટા અને આઈ-ક્લાઉડ ડીલીટ કરાવવા આવવાના છે. ક્રાઇમ બ્રાન્ચ -૧૨ ના અધિકારી અને ટીમે ત્યાં જાળ બિછાવી મોબાઈલ લઈને આવેલ બે શખ્સોની ખાતરી બાદ તાપસ કરતા જાણવા મળ્યું કે ટોળકીના એક આરોપી પાસે મોટી સંખ્યામાં અલગ અલગ રાજ્યોમાંથી ચોરી કરેલ મોબાઇલ જમા છે અને એજ પકડાયેલ આરોપી સાથે એ મોબાઇલ ફોરમેટ માટે અને બોડી બદલાવવા માટે મોકલાવતો હતો. વિદેશી હેકર્સની મદદથી પણ આઈ-ક્લાઉડ એકાઉન્ટ ડીલીટ કરવામાં આવતું હતું. ધરપકડ કરાયેલ ત્રણ આરોપી પાસેથી ૭૦ ફોન, હાર્ડડિસ્ક, વિવિધ કંપનીના સિમ કાર્ડ, સોફ્ટવેર ડોંગલ, સહીત કુલ ૯,૧૩,૬૦૦ (નવ લાખ તેર હજાર છસ્સો)ની કિંમતનો મુદામાલ કબ્જે કરી ડી.એન.નગર પોલીસ સ્ટેશનમાં ગુ.રા.ક્ર. ૯૫/૨૧, કલમ ૩૭૯,૪૨૦,૪૬૫,૪૬૮,૪૭૧,૪૧૧,૩૪ ભા.દ.સ સહ કલમ ૬૬ માહિતી અને તંત્રજ્ઞાન કાયદા હેઠળ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે
આ કાર્યવાહી પો.સહ. આયુક્ત (ગુન્હા), મિલિંદ ભારંબે, અ.પો.આયુ. એસ. વિરેશ પ્રભુ, પો.ઉપ આયુ. (પ્રકટીકરણ-૧) અકબર પઠાણ, સહાયક પો.આયુ. (ડી-ઉત્તર) પંઢરીનાથ વાહલના માર્ગદર્શનમાં પ્રભારી પો.ની. મહેશ તાવડે, પો.ની. વિલાસ ભોંસલે, સચિન ગવસ, અતુલ ડાહકે, સપોની વિક્રમસીંહ કદમ, પ્રકાશ સાવંત, અતુલ આવ્હાડ, આશિષ શેલકે, પોઉપની હરીશ પોળ, સપોઉની રાજેન્દ્ર ચવ્હાણ, પ્રભાકર સૂર્વે,મુરલીધર કારંડે, પો.હ.વિનાયક શિંદે, શાંતારામ ભુસારા, અરવિંદ મહામૂલકર,સુનિલ બિડિયે, મંગેશ તાવડે, દિનેશ રાણે, કલ્પેશ સાવંત,રાજેશ સાવંત, વિનોદ આહીરે, અશોક ખોત, સંતોષ બને,મપોહ દેવળેકર, પો.ના.અનંત મોરે, શેલેષ બિચકર, અમોલ રાણે, નિલેશ સાવંત, સિપાહી.સચિન જાધવ, મ.સિપાહી અન્ના મોરે, ભેકરે અને આવ્હાડએ સફળતાપૂર્વક પાર પાડી હતી.