વેરાવળ/સોમનાથ નગરપાલિકાના પ્રમુખ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે

વેરાવળસોમનાથ નગરપાલિકાના પ્રમુખ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે

સમગ્ર વેરાવળ સોમનાથ નગરમાં બીમારી કે રોગચાળો ન ફેલાય તે માટે નગરપાલિકાના પ્રમુખ પીયૂષભાઈ ફોફંડીના માર્ગદર્શન નીચે નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા સમગ્ર શહેરના મુખ્ય માર્ગોની સફાઇ કરવામાં આવી રહી છે, તેમજ જુદા જુદા વિસ્તારોમાં ફોગિંગ કરાવવામાં આવી રહ્યું છે અને જે જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. \"\" દિવાળી પર્વ નજીક આવતા સમગ્ર શહેરના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ ટીમો બનાવીને સફાઈ કામદારો દ્વારા સમગ્ર શહેર ના રસ્તાઓ ની સફાઈ કરવામાં આવી રહી છે આપણે શહેરીજનો જ્યારે સુતા હોઈએ છીએ ત્યારે આપણી નગર પાલિકાનો સ્ટાફ રાત્રી એક થી આખી રાત રસ્તાઓની મશીન દ્વારા સફાઇ કરે છે આ કામનુ સુપરવિઝન કિશનભાઇ જેઠવા અને હિરપરા ભાઈ દ્વારા કરવામાં આવે છે જ્યારે સફાઈ કર્મચારીઓ આપણે કરેલ કચરો ઉપાડે છે તો આપણા બધાની પણ જવાબદારી બને કે આપણા ઘર ની આસપાસ ગંદકીના ઢગલા નહીં કરીએ ઘરની આસપાસ સફાઈ રાખીશું જ્યાં-ત્યાં કચરો નહીં ફેકીશું નગરપાલિકા દ્વારા દરેક વિસ્તારમાં કચરો લેવા વેન આવે છે તેમાં જ કચરો નાખીશું એક જાગૃત નાગરિક બની સૌને જાગૃત કરીશું સ્વચ્છતા માટે
એક જાગૃત નાગરિક બની ને સોમનાથ વેરાવળ ને સ્વચ્છ સોમનાથ હરિત સોમનાથ બનાવીશું

રીપોર્ટર :- હેતલ ચાંડેગરા – ગીર સોમનાથ