◆ હજી થોડા દિવસ પહેલા હિન્દી ફિલ્મોના સુવર્ણ યુગની નાયિકા વહીદા રહેમાનને હિન્દી ફિલ્મીનો સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવાનું નક્કી થયું અને 26 સપ્ટેમ્બરે ભારતીય ફિલ્મોના સદાબહાર અભિનેતા દેવ આનંદની 100મી જન્મતિથિ… કેવો યોગ કહેવાય…
આ બન્નેની લિજેન્ડરી ફિલ્મ \”ગાઈડ\” એટલે હિન્દી ફિલ્મોનો માઇલ સ્ટોન, જે એમના નવકેતન ફિલ્મના બેનરમાં બનેલી. એના રાજુ ગાઈડને તમે ચાહીને પણ ભૂલી ન શકો…
◆ હિન્દી ફિલ્મોના એક માત્ર સદાબહાર અભિનેતા દેવઆનંદ… જ્યાં સુધી હતા ત્યાં સુધી તેઓ યુવા હતા… \”બમ્બઇ કા બાબુ\” દેવ આનંદને ઉમર સાથે કોઈ લેવાદેવા ન હતા…તેઓ સદા યુવા રહેવામાં માનતા એથીજ તેઓ 80 વર્ષની ઉંમરમાં પણ વાળ યુવાઓ જેવા રાખતા…l
◆ ફિલ્મ \”જોની મેરા નામ\” વખતે તેઓ 47 વર્ષના હતા જ્યારે એ ફિલ્મની અભિનેત્રી હેમા માલિની માત્ર 22 વર્ષની હતી… એટલકે બન્ને વચ્ચે 25વર્ષનો ફરક હતો… ત્યારે તેઓ કહેતા \”પલભર કે લિયે કોઈ હમેં પ્યાર કરલે, ઝૂઠા હી સહી\”…
ફિલ્મ હીરા પન્ના વખતે તેઓ 50 વર્ષના હતા અને એમની અભિનેત્રી જિન્નત અમાન 22 વર્ષની હતી… એટલકે 28 વરસનો ફરક… પણ દેવ આનંદ પર એની કોઈ અસર જણાતી નહિ…
◆ કાલાબજાર, CID, બમ્બઇ કા બાબુ, ગાઈડ, હરે રામા હરે કૃષ્ણ અને દેશ પરદેશ જેવી અનેક યાદગાર ફિલ્મ આપનાર દેવઆનંદ પોતાની શરતે જીવ્યા એમની સદાબહાર અભિનેતા ઇમેજ છેવટ સુધી જાળવી રાખેલી…
87 વર્ષની ઉંમરમાં દેવઆનંદે આ ફાની દુનિયાથી વિદાય લીધી…
◆ તેઓ હંમેશા સદાબહાર અભિનેતા હતા અને રહ્યા… કદાચ એથીજ એમના અંતિમ સંસ્કાર લંડનમાં અત્યંત સાદગીથી થયેલા…
ભારતીય ફિલ્મના સદાબહાર અભિનેતા દેવઆનંદ સાહેબને એમની જન્મશતાબ્દી નિમિત્તે એટલુંજ કહી શકાય… \”વહાં કૌન હે તેરા મુસાફિર જાયેંગા કહા….
C.D. Solanki.
Mob. 8108641599