સાથ ફાઉન્ડેશન દ્વારા શ્રી રામદેવપીર ભાવિક મિત્ર મંડળના સહયોગથી આયોજિત ૧૬મી રક્તદાન શિબિર સંપન્ન.
મુંબઈ : દહિસરમાં સાથ ફાઉન્ડેશન દ્વારા ૧૬મી રક્તદાન શિબિરનું આયોજન સ્વામી વિવેકાનંદ સ્કૂલ ખાતે શ્રી રામદેવપીર ભાવિક મિત્ર મંડળ દહિસર સહયોગથી કરવામાં આવ્યું હતું. રક્તદાન એટલે સહુથી મોટું અને સેવાકાર્ય અને મહાદાન છે. તમારા આપેલ લોહીથી કોઈકનો જીવ બચી શકે છે. આ રક્તદાન શિબિરમાં કુલ ૨૬૭ (267)યુનિટ લોહી જમાં થયું હતું. આ શિબિરમાં એક ભાઈએ જણાવ્યું હતું કે મારા સંબંધીને લોહીની જરૂર પડી ત્યારે કોઈએ સાથ ફાઉન્ડેશનમાં સંપર્ક કરવા કહ્યું અને અને દહિસરમાં અમિત અગ્રવાલને મળ્યો એમને બહુ સરસ પ્રતિભાવ આપ્યો અને નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા કરાવી આપી. સમય પર કોઈ અજાણ્યા અને સેવાભાવી વ્યક્તિનું લોહી અમારે કામ આવ્યું તો અમારી પણ ફરજમાં આવે છે અને આ એક ઋણ કહેવાય એ ઉતારવા હું દરેક શિબિરમાં રક્તદાન કરવા આવું છું. સાથ ફાઉન્ડેશન સાથે જોડાયેલી મોટામાં મોટી થી નાનામાં નાની વ્યક્તિ આ ફાઉન્ડેશન મારું છે એવું અનુભવે છે અને એનું કારણ છે કે સાથ ફાઉન્ડેશનમાં કોઈ પદાધિકારી નથી દરેક વ્યક્તિ કાર્યકર્તા છે.
આ રક્તદાન શિબિરમાં નવનીત હોસ્પિટલના નેમજીભાઈ ગંગર, શિવસેના નેતા વિનોદ ઘોસાલકર, ભાજપ નેતા કરુણાશંકર ઓઝા, મા. નગર સેવક જગદીશ ઓઝા, ભરત વસાણી, કર્ણ અમીન, પ્રજેશ નવલકર, નિખિલ ભરવાડ, રાયશી ગોગરી, પ્રેમજી સાવલા, સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને દહિસરવાસી ઉપસ્થિત રહ્યા હતા. સાથ ફાઉન્ડેશન તરફથી ભરત પંડ્યા અને કુંવરજી સોલંકીએ સહુનો આભાર માન્યો હતો. આ રક્તદાન શિબિરને સફળ બનાવવામાં અમિત અગ્રવાલ, અમિત જોશી, હિતેશ ગોગરી, બિરેન સોલંકી સહિત યુવાઓએ અથાગ મહેનત કરી હતી.